________________
ઓગણીસમું વિ. શતક
૧૧૩
પ્રવેશ કર્યો. ત્યાં તપ ઉપધાનાદિ કરાવ્યાં. સંઘના વિમલચંદ શાહે સારો લાભ લીધો. તે સૂરિએ સં. ૧૮૫૮ ના મેરૂ તેરસને દિને ૬૪ વર્ષનું આયુષ્ય પાળી સુરતમાં સ્વર્ગગમન કર્યું.
આયુર્દાને સંબંધે, શરીરે સ્માતા થાય, મુહુરત અવસર જાણીને રાનેર બંદિર આય. ૪ અંજનસિલાકા કરીને, સૂરત કીધ પ્રવેશ, તપ ઉપધાન માલાદિક, કિયે ઉપગાર વિશેષ. ૫ ધન સૂરતના સંધને, ધન વિમલચંદ શાહ, શ્રી સૂરતને સંધે, લીધો ભક્તિને લાહ ૬ સંવત અઢાર અઠાવને, મેર સેરસ દિન જેહ, વરસ શઠ આયુ પાલીનં, ગયા સુરલોકે તેહ. ૭ નિર્વાણ મેહેછવે મોટે, કીધો સંઘે સાર, અમારિ પલાવી જીવની, જીવદયા ઉપગાર. ૮ ગુણવંતા ગુરૂરાજના, ગુણ સંભારે લેક, દીપવિજય ગુણ ગાવે, નરનારીના ક. ૯
[ ઢાલ ૫૮ સોહમકુલરત્ન પટ્ટાવલી રાસ.] ૧૮૬. આ વિજયલક્ષ્મી સૂરિના ઉક્ત પટ્ટધર વિજયદેવેંદ્રસૂરિ મૂળ સૂરતમાં શ્રીમાલી કુલમાં જન્મ્યા હતા.
૧૮૭. ઉપરની શત્રુંજય પરની મોદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર એવી મતલબનો લેખ છે કે –