________________
ઓગણીસમું વિ. શતક.
૧૧૧
સૂરત બંદિર દીપો, સાહેલડીયાં, તિહાં રતનચંદ છે જેહ, વાસુપૂજ્ય મહારાજની, સાહેલડીયાં, કીધી પ્રતિષ્ઠા તેહ.
૧૭. સં. ૧૮૪૪ આષાઢ શુદિ ૫ બુધ (અંચલગચ્છના અમરસાગરસૂરિના શિષ્ય સત્યસાગર ગણિના શિષ્ય ક્ષમાસાગર ગણિના શિષ્ય) તેજસાગરે બલિન-સંગહની ૨૦૧૩ નંબરની પ્રત લખી છે.
૧૮૦. સં. ૧૮૪૭ જે. શુ. ૧૧ સોમવારે “શ્રી સૂરતિ બિંદરે તપાગચ્છીય પં. શ્રી સૌભાગ્યવિજય ગણિના શિષ્ય પં. વિદ્યાવિજય હિંદીમાં સુમતિ કવિએ રચેલી પટરાગરાગણ ગુણવર્ણન સ્વરૂપ નામની રાગમાલાની ૧૪ પત્રની પ્રત લખી (દા. ૨૦ નં. ૬૬ સીમંધર સ્વામીના મંદિરમંતર્ગત ભંડાર સુરત).
૧૮૧. સં. ૧૮૪૮ ના પિસ વદ ૧૩ શનિએ શ્રી સૂર્યપુર (સુરત) મરે શ્રી શાંતિજિનચરણે ભ કીર્તિરત્નસૂરિ શિષ્ય મુનિ બુદ્ધિને ઉદયરત્ન કૃત અષ્ટપ્રકારી પૂજા રાસ ( ૨. સં. ૧૭૫૫ ) ની ૬૪ પત્રની પ્રત લખી.
૧૨. સં. ૧૮૪૯ માં પદ્મવિજયજીએ સિદ્ધાચલ જાત્રા કરી લીંબડી જઈ સુરત આવ્યા, તે વખતે સંધવી પ્રેમચંદ લવજી પ્રમુખે સારું સામૈયું કરી નગર–પ્રવેશ કરાવ્યો. ઉપાશ્રયમાં પન્નવણા સૂત્રનું વ્યાખ્યાન કર્યું.
- ૧૮૩. સં. ૧૮પર માં ઉક્ત પ્રેમચંદ લવજી, (રાધનપુરના) મસાલીયા ગેવિંદજી અને (લીંબડીના) હદયરામ દિવાન એ ત્રણે જણાએ મળી સંધ કાઢી મોટી જાત્રા-મેરવાડના ગેડી પાર્શ્વનાથનીકરી, જુઓ શાંતિદાસ વખતચંદ શેઠને રાસ પૃ. ૮૪:--