________________
૧૧૦
સુરતને જૈન ઇતિહાસ.
જેમણે શત્રુંજય તીર્થને પંદરમે ઉદ્ધાર કર્યો એ સમરા શાહ અને સારંગશાહના વંશજ સુરત બંદરે વસતા ખેમરાજ મેઘરાજના (પુત્ર) ઝવેરશાને પુત્ર રતનચંદે ગુરૂમુખે વાસુપૂજ્ય તીર્થકરનું ચરિત્ર સાંભળીને તેનું દેવાલય મેં માગ્યા ધન ખર્ચાને શુદ્ધ ભૂમિપર બંધાવવાનો નિશ્ચય કર્યો. તેવું જિનમંદિર શરૂ થયું. ચંદ્ર જેવા ઉત્તલ પાષાણ-આરસપહાણ મંગાવી માને પેત મૂર્તિ કરાવી. રતનશાએ પછી પ્રતિષ્ઠા કારણે વેદિકા રચી, પીઠ મંડાવી, જળયાત્રા વગેરે વિધિ કરી. દશમે દિને શુભ મુહૂર્તી અંજનશલાકા કરાવી. સં. ૧૮૪૩ વૈશાખ શુદિ ૨ ને દિને તખતપર મૂળનાયક રૂપે તે વાસુપૂજિનની મૂર્તિ સ્થપાવી. આની પ્રતિષ્ઠા વિજયલક્ષ્મીસૂરિએ કરી. રતનશાએ પ્રતિષ્ઠા-ઉત્સવ હર્ષથી કર્યો. દેહરા ઉપર મનમોહનજી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી, જમણી બાજુએ મુખ સીમંધરજી, ડાબી બાજુએ સહસફણું (પાર્થ) ની ચેમુખ મૂર્તિ, ભમતીમાં ૨૪ જિનનાં બિંબ રાખ્યાં. રતનચંદ અને તેના બે ભાઈ અભેચંદ અને પ્રેમચંદ એ ત્રણેએ અતિ દ્રવ્ય ખચ જિનશાસનની શોભા વધારી. જે માતાની કુખે રતનચંદ જન્મ્યા તે ઝમકુબાઈને ધન્ય છે. રતનચંદની ભાર્યા બાઈ આધારને ઉછરંગ માતે નહતો. ચતુર્વિધ સંઘનું સ્વામીવચ્છલ, યાચકને દાન, સાધુભક્તિ ખૂબ કરી રતનશાએ ધનને લાહે લીધે.
૧૭૮. વિજયલક્ષ્મીકિએ સુરતમાં રતનચદ કરાવેલ વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરી હતી તેની નોંધ દીપવિજય કવિ પિતાના સેહમકુલપટ્ટાવલી રાસમાં કરે છે –