________________
૫૦
સમ્રાટું સંપ્રતિ પિતૃપ્રેમ સાથે પ્રજાપ્રેમની કિંમત અધિક દેખાઈ. નેહાળ પતિવ્રતા નવમુગ્ધ બાળાને સપૂર્ણ દિલાસા સાથે પોતાના પ્રેમની નિશાનીમાં પિતાની મુદ્રિકા અને રૂમાલ આપી નેપાળકુમારે જણાવ્યું કે “એ સતી ! પ્રસંગોપાત જ્યારે તને મારી યાદ થાય ત્યારે આ મુદ્રિકા અને રૂમાલને મારા આત્માતુલ્ય માની સંતોષ માનજે. હું મગધ પહોંચતાં જ તને તેડાવી મગધની પટરાણી પદે સ્થાપીશ. એ પરદેશી બાળા ! તું મારા પ્રેમને પરદેશી પંખીડા ભ્રમરાતુલ્ય અનેક કમળમાં ભટકનારે અંધ-રસજ્ઞ ન માનતી. અને પ્રભુ ઉપર ભરોસો રાખી શાન્તિથી ગર્ભના બાળકનું રક્ષણ કરી પ્રજાભક્તિમાં કાળ નિર્ગમન કરજે. જે સમય જાય છે તેમાં તું એમ જ માનજે કે તારે માટે મગધથી તેડું આવ્યું છે. આ પ્રમાણે મીઠું આશ્વાસન આપી, અવિચળ પ્રેમની નિશાની તરીકે પોતાની મુદ્રિકા અને રૂમાલ સુનંદાને સમર્પણ કર્યા. આ પ્રમાણે કુમાર બિંબિસારે આખી રાત સુનંદાને આશ્વાસન આપવામાં પસાર કરી. પ્રયાણ ને રાજ્યાભિષેક
બીજા દિવસનું પ્રભાત થતાં વિકટ માર્ગના રક્ષણાર્થે રાજ્ય તરફથી મળેલ સુંદર લશ્કરી બળ સાથે સાસુ, શ્વસુર અને ગ્રામ્યજનોના તથા મહારાજાશ્રી અને રાજ્ય અમલદારોની વિદાય લઈ કુમાર બિંબિસારે બેન્નાતટ નગરથી પ્રયાણ કર્યું. લગભગ મગધ નજદિક આવતાં, પલ્લીપતિ કે જે મહારાણી તિલકાને પિતા થતો હતો તેના આવાસસ્થાન નજદીક ઓરમાન ભાઈઓ સાથે ભયંકર યુદ્ધથી સામને થયે. પલ્લીપતિના આગેવાની પણ નીચે બિંબિસાર કુમારના નવાણું ભાઈઓ બિંબિસાર સામેનાં યુદ્ધમાં સામેલ થયા. પરસ્પર અહીં ભયંકર વિષેધાત્મક યુદ્ધ થયું જેમાં સિંધ–સવીરની વીર સેનાના હાથે નવાણું રાજ્યપુત્રો કેદ પકડાયા અને પલ્લી પતિ શરણે આવ્યો. આ બધાઓને કેદી બનાવી રાજ્યકુમારે ત્વરિત ગતિએ મૃત્યુપથારીએ પડેલ પિતૃચરણે જઈ શીશ નમાવ્યું. વૃદ્ધ પિતાશ્રીએ કુમારને પૂછયું કે:-કુમાર! તમેએ મુસાફરી તે નિર્વિદને પસાર કરી ને?” જેના જવાબમાં બિંબિસારે બંદીવાન થયેલ રાજ્યકુમાર સાથે પલ્લી પતિને હાજર કર્યો અને કહ્યું: “પિતાજી! આ રહ્યા મારા સ્વાગતના કરનારા બાંધો અને આપના સસરાશ્રી!”
ધિક્કાર હો એ કુળકલંકીઓને!કહી પ્રસેનજીત રાજાએ સહુને ફીટકાર આપે. તુરત જ વિશ્વાસુ મંત્રીઓને તેડાવી બિંબિસારને રાજ્યાભિષેક કરવાની આજ્ઞા આપી. વૃદ્ધ રાજાએ મંત્રીઓ, સામતે, મહાજનો અને મુખ્ય નગરજનો સમક્ષ પિતાને રાજયમુગટ કુમાર બિંબિસારને માથે મૂકો અને હાથમાં રાજ્યદંડ આપે લશ્કરે સલામી આપી. પ્રજાએ હોંશથી ભેટ-નજરાણુ કર્યા. ખંડિયા રાજાઓએ પ્રિય રાજકુમારને અધિકાર માન્ય કર્યો. આ પ્રમાણે કુમાર બિંબિસાર મગધનો માલીક બન્યા અને મહારાજા પ્રસેનજીત કુમારને રાજ્યારૂઢ થયેલ જોઈ સતેષ માની પોતાના આત્માના તારને પરલેક સાથે સાંધ્યે અર્થાત્ સ્વર્ગવાસી થયા.