________________
પ્રકરણ ૫ મું.
મહારાજા શ્રેણિક મગધની રાજ્યગાદી ઉપર : મગધમાં ભયંકર પશુયા.
પર્વોક્ત પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે મહારાજા બિંબિસારને તેની વીસ વર્ષની યુવાન અવસ્થાએ પ્રજાપ્રેમથી રાજ્યગાદી મળી.
• આ કાળે મગધ પ્રાન્તમાં પશુયજ્ઞનું જેર પૂરતા પ્રમાણમાં હતું, જેના અંગે પ્રાચીન ઈતિહાસકારો જણાવે છે કેઃ “જો કે આ પશુયજ્ઞની વિરુદ્ધમાં આ કાળે પ્રભુ પાર્શ્વનાથના સંતાનીયા તરીકે જેનધર્મને પાળનારી પ્રજા અને રાજ્યકુટુંબ તરફથી પ્રબળ વિરોધ થતું હતું. પ્રભુ પાર્શ્વનાથની પાંચમી પાટે થયેલ શ્રી કેશીગણધરે મહારાજા પ્રસેનજીતને પ્રતિબધી મગધના ઘણા વિભાગમાંથી તેને ધ્વંસ કરાવ્યું હતું, છતાં ઉત્તર ભારતમાં બ્રાહ્મણભાષ્યના વધી પડેલ યજ્ઞપ્રચારક પ્રબળ કાર્યના અંગે પશુયજ્ઞ ઉપર જોઈએ તેટલા પ્રમાણમાં પ્રતિબંધક રાજ્યકાબુ આવ્યો ન હતે.” આ સમયે રાજ્યકુટુંબના પુરોહિતે પશુયજ્ઞના ખાસ હિમાયતી હતા, જેની ખાત્રી નીચેના બનેલા એતિહાસિક બનાવ ઉપરથી સાબિત થાય છે.
મહારાજા શ્રેણિકના રાજ્યાભિષેકની ખુશાલીમાં રાજ્યોહિતએ મહારાજાને દેવીદેવતાએને પ્રસન્ન કરવા નિમિત્તે પશુયજ્ઞ કરવાની ફરજ પાડી હતી, જેના નિમિત્તે દેશદેશના યજ્ઞાદિ ક્રિયાકાંડ કરનારા વિદ્વાન પંડિતેને ખાસ મગધમાં રાજ્યગ્રહી (ગિરિત્રજ) નગરે એકત્ર કરવામાં આવ્યા હતા. આ યજ્ઞ-યાગની તૈયારીઓ એવી રીતે કરવામાં આવી હતી કે જાણે માતા વસુંધરાનું ખપ્પર આજે ઘણુ વર્ષે પશુયજ્ઞથી સંતોષાતું ન હોય?
રાજ્યસેવકે પશુબલિ માટે પશુ એકઠા કરવા ઉપડ્યા. પશુને બાંધવા માટે વિશાળ જગ્યાને ઉપગ થયે. ડીડી ખૂબ કાષ્ઠ અગ્નિ ગીરવી શકે તેવી વેદીઓ રચાવા લાગી.