________________
બિંબિસારનું દેશાટન.
૯
પત્ર મહારાણાશ્રીએ એવો તે હદયભેદક શબ્દોમાં લખી મોકલ્યો કે જેની અસર રાજ્યકુમાર શ્રેણિક પર સટ થઈ, અને તેણે તુર્ત જ મગધ તરફ પ્રયાણ કરવાનો નિશ્ચય કરી વાજે.
પતિને પત્નીને સદ્બોધ, સતીઓના દાતે
પૂર્ણિમાની અજવાળી મધ્ય રાત્રિએ બેન્નાતટ નગરના રાજ્યમહેલની એક અગાસી ઉપર બે નવપરિણીત પંખીડાએ ટૂંક દિવસના લગ્નના આનંદિત આસ્વાદો બાદ થનારા વિગ માટે અશ્રુપ્રવાહ વહેવરાવી રહ્યાં હતાં.
નાથ! પરદેશી સાથે પ્રીતડી ન બાંધીએ અને લગ્નથી ન જોડાઈએ.” એ કહેવત શું અત્યારે આપ સિદ્ધ કરી બતાવે છે આ ખીલતી કળીના બગીચાનો માળી અદશ્ય થતાં તે કળી ઝાડ ઉપર રહી રહી કઈ રીતે કરમાઈ જશે તેને આપે ખ્યાલ કર્યો છે ખરો? રાજ્યકુમાર ! આપે નળ અને દમયંતી, સતી અંજના અને પર્વતકુમાર, સતી સીતા અને રામ તથા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તથા સતી તારામતીની ઐતિહાસિક રાજ્યકથાઓ સાંભળી હશે! નળને વિયોગ થતાં સતી દમયંતીએ “એ નળ! એ નળ!” કરી બાર વર્ષ સુધી વિગ દુઃખ અનુભવ્યું હતું અને જગતને પિતાના સતીત્વની ખાત્રી કરી આપી હતી. તેવી જ રીતે તારામતીએ દેવતાઈ પરીક્ષામાં પોતાના સાતે કુળ-શેત્રોને તાર્યા હતાં. સતીશિરોમણિ અંજનીએ મહારાજા પર્વતકુમારને રૂમાલ અને વીંટીની સાક્ષી આપી રાજ્યપુત્ર હનુમાન એ પર્વતપુત્ર છે એવી ખાત્રી કરી આપી સતીત્વ બતાવ્યું હતું તેવી જ રીતે સતી સીતાએ રાવણના છળ-કપટનો સામનો કરી પોતાના સતીત્વને બચાવ કર્યો હતો. આ સાથે ભારતમાં થયેલ અનેક ઐતિહાસિક સતીશિરેમણિઓએ સ્ત્રી જાતિની ગેરવતા વધારી છે, એટલું જ નહી પણ આર્યત્વની કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચઢાવ્ય છે.
કુમાર ! તેમાંને જ અને તે જ જાતને દાખલો મારા નસીબમાં તે નથી લખાયે ને? આ ક્ષણે મારા ઉપર સપૂર્ણ પ્રેમ દેખાડતે રાજ્યપુત્ર ભવિષ્યમાં મગધ નરેશ થતાં રાજમહેલની રમણીઓના પાશમાં ગુંથાઈ પૂર્વોક્ત સતીઓની માફક મને રટન કરતી, અને “નાથ” નામની માળા ફેરવતી જોગણ તે નહિં બનાવે ને ? એ પતિદેવ! આપણું લગ્નને હજુ પૂરા ત્રણ માસ થયા નથી, જેમાં પ્રભુકૃપાએ મને ગર્ભનાં કઈક શુભ ચિહ્નો દેખાય છે તેવામાં વૃક્ષવેલડીને મૃદુ જળ પાનાર તેને માળી વેલડીના કમનસીબે અદ્રશ્ય થાય છે. વાહ ! ભાગ્યવિધાતા તારી અકળ રચના કાંઈ ઓર જ છે” આટલું જ કહેતાં સુનંદા, શ્રેણિકકુમારના ખોળામાં શ્રાવણ અને ભાદર વહેવરાવતી ઢળી પડી. રાજ્યકુમારને પણ આ સમયે ઘણું જ લાગી આવ્યું. એક ત્રાજવામાં પિતૃ અને પ્રજાપ્રેમ અને બીજા ત્રાજવામાં પત્ની પ્રેમ જોખતાં તેને જન્મદાતાના