________________
પ્રકરણ ૪ થું.
મગધનો રાજ્યત કુમારના મહેલે અને મગધમાં પુનરાગમન.
દેવકીનંદ સાર્થવાહે ત્યાંથી અન્ય સ્થળે ન જતાં પોતાની મુસાફરી મગધ તરફ ત્વરિત ગતિએ ચાલુ કરી અને લગભગ વીસ દિવસના જળમાર્ગને પ્રવાસ દ દિવસમાં ત્વરિત ગતિએ પૂર્ણ કરી મહારાજા પ્રસેનજીતને ભેટવા અને કુમાર બિંબિસારની માહિતી આપવા તે રાજ્યમહેલે દોડી ગયે.
રાજ્યમહેલમાં પ્રવેશતાં જ પ્રસેનજીત રાજા મૃત્યુશગ્યા પર પડેલા દેખાયા. નવાણું રાજ્યપુત્ર, રાણીઓ તથા મંત્રી, સામંત અને અન્ય સરદાર, દેશદેશના રાજ્યવેદ્ય સાથે મહારાજાશ્રીની અંતિમ ઘડીઓ સુધારવા અર્થે ભગીરથ પ્રયત્ન કરતા હતા. મૃત્યુસમયે પણ મહારાજાના મુખમાં કુમાર બિંબિસારનાં દર્શનનો જ બકવાદ હતો: “મેં એ નિર્દોષને દંડ્યામારે સગે હાથે તેના માથે મુગટ ને છત્ર બાંધી જાઉં એવી મારી અંતિમ ઈચ્છા છે.” આ પ્રમાણે મહારાજાશ્રીની અંતિમ ઈચ્છાના બકવાદે મગધ આખું બિંબિસારમય ઘેલું બન્યું હતું, અને જ્યાં ત્યાં બિંબિસાર કુમારની શોધની જ વાતે થતી હતી. બબ્બે વર્ષનાં વહાણુઓ વાયાં છતાં ન તે કુમાર બિંબસારને પડછાય! ન તે તેના પવનવેગે કોઈ પણ સ્થળના સુખરૂપના સમાચાર મગધને મળ્યા ! જેથી મહારાજા સાથે ગિરિત્રજની પ્રજા પિતાના માનીતા પાટવી રાજ્યકુમારને આ સમયે ઝંખતી હતી. એટલામાં દેવકીનંદ સાર્થવાહ ભેટશું લઈ મહારાજાની સન્મુખ હાજર થયો. રાજવીની સ્થિતિ જોઈ તેનું હૃદય પિગળ્યું અને તેણે બેન્નાતટ નગરની સવિસ્તર હકીક્ત સર્વની સન્મુખ કહી સંભળાવી. વળી રાજયકુમાર બિંબિસારનાં કુશળ-ક્ષેમ સાથે તેની વીરતાના સમાચાર પણ આપ્યા. મહારાજા પ્રસેનજીતનું પરલેક સાથે તાર સાંધતું હદય આ હર્ષદાયક સાંભળી હર્ષઘેલું બન્યું, અને તુરત જ રાજ્યાધિકારીઓને હુકમ કર્યો કે “સ્થળ માર્ગે વિચક્ષણ સાંઢણ સ્વાર એકલી કુમાર બિંબિસારને તુરત બેન્નાતટ બંદરેથી લાવ.” જેને અંગે એક