________________
સમ્રાટું સંમતિ
ઉત્તરાધ્યયનસૂવ-અધ્યયન ૩૬ છે, જેમાં સાધુઓને સંયમમાર્ગમાં રાખવાને ઉપદેશ સ્વરૂપમાં અનેક દાંતે સાથે સુંદર રીતે સંવાદ આપ્યા છે. મૂળ લેક ગાથા ૨૦૦૦, મોટી વૃત્તિ વાદવેતાલ શાન્તિસૂરિકૃત લેક ૧૮૦૦૦ની તથા અન્યત્ર ૧૭૬૪૫
કની છે. લઘુવૃત્તિ વિ. સંવત ૧૧૨૯ માં શ્રી નેમિચંદ્રસૂરિયે ૧૩૬૦૦ લેપ્રમાણે બનાવી છે, નિર્યુક્તિ શ્રી ભદ્રબાહસ્વામીકૃત ગાથા ૬૦૭માં, લેક ૭૦૦, ચૂર્ણ લેક ૬૦૦૦, કુલ કસંખ્યા ૪૦૩૦૦ છે.
[૬] બે ચૂલિકા સૂત્ર ૧. નંદીસૂત્ર-આ સૂત્રમાં પાંચ પ્રકારનાં જ્ઞાન જેવાં કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન વિગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) મતિજ્ઞાનનાં ભેદ અને ચાર પ્રકારની બુદ્ધિ, કૃતનિશ્રિત મતિજ્ઞાન અને તેના
ચાર ભેદ. મતિજ્ઞાનના ૨૮ ભેદ અને ૨૮ ભેદના ૧૨ ભેદ. (૨) શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ, શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ, શ્રુતજ્ઞાનસ્વરૂપ બુદ્ધિના ૮ ગુણ. (૩) અવધિજ્ઞાનનાં ૬ ભેદ. અવધિજ્ઞાનનું સ્વરૂપ. (૪) મનપર્યવજ્ઞાનના બે ભેદ. (૫) કેવલજ્ઞાન.
દરેક તીર્થકરને જન્મ પ્રથમના ત્રણ જ્ઞાન સહિત થાય છે. આ ત્રણે જ્ઞાનનું સ્વરૂપ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે –
દરેક તીર્થકર પિતાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા હોય છે.
આમાંથી પ્રથમનાં મતિ અને શ્રત એ બે જ્ઞાને કરી તીર્થકર મહારાજ કેઈની પણ સહાયતા વિના દરેક પદાર્થનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપે જાણી શકે છે.
તીર્થકર જે સમયે ગૃહસ્થવાસનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે તે જ વખતે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને જ્યારે આ ચારે પ્રકારનાં જ્ઞાન સહિત તીર્થકર મહારાજાના ઘાતકર્મને નાશ થાય છે ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ કેવળજ્ઞાનને અસાધારણ જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે અને તે અનંતકાળ સુધી રહે છે.
કેવળજ્ઞાની દ્રવ્યથકી રૂપી, અરૂપી સવે દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્રોથકી કેવળજ્ઞાની લેક અને અલેક સર્વે ક્ષેત્રે જાણે દેખે, કાળથકી કેવળજ્ઞાની સર્વ અતીત (ભૂતકાળ ), અનાગત (ભવિષ્યકાળ), વર્તમાનકાળ સમકાળે જાણે દેખે અને ભાવથકી કેવળજ્ઞાની સર્વે જીવ, અજીવના સર્વે ભાવ, ગુણ, પર્યાય જાણે અને દેખે.