SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ રહસ્ય ૨૫ આ પાંચે જ્ઞાનની સુંદર રીતે સૂક્ષમતાથી સમજ આ સૂત્રમાં આપી છે. દેવદ્ધિગણું ક્ષમાશ્રમણકૃત આ સૂત્ર છે. મૂળ લેક ૭૦૦ છે, વૃત્તિ શ્રી મલયગિરિની બનાવેલી ૭૭૩૫ લેકની છે, ચૂર્ણ વિ. સં. ૭૩૩ માં બનાવેલી લોક ૨૦૦૦ ની છે. લઘુટીકા શ્રી હરિભદ્રસૂરિજીની ર૩૧ર લેકની છે. કુલ સંખ્યા ૧૨૭૪૭ અને ચંદ્રસૂરિકૃત ટિપ્પણ ૩૦૦૦ લોકપ્રમાણ છે. તાડપત્રીય સૂચીમાં નંદીસૂત્ર મૂળ ૭૦૦, ચણી ૨૦૪૨, લઘુવૃત્તિ ૨૩૧૨, બૃહદવૃત્તિ ૭૦૦૦ કલેકપ્રમાણ બતાવી છે. કુલ ઑસંખ્યા ૧૨૦૫૪ ની સમજાય છે. (૨) અનુગ દ્વાર–આ સૂત્રમાં નય-નિક્ષેપાની ચર્ચા અને તેની સિદ્ધિ બતાવવામાં આવી છે. આ દ્રવ્યાનુયેગની ચર્ચાને ગ્રંથ છે. મૂળ ગાથા ૧૬ છે, લેક ૧૮૦૦, વૃત્તિ માલધારી હેમચંદ્રસૂરિકૃત ૬૦૦૦, ચણ જિનદાસ ગણિમહત્તરની બનાવેલ ૩૦૦૦ લેકની, હરિભદ્રસૂરિકૃત લઘુવૃત્તિ ૩૫૦૦ લેકની, કુલ સંખ્યા ૧૪૩૦૦. તાડપત્રીય સૂચીમાં અનુયેાગ દ્વાર સૂત્ર ૧૮૯, ચૂણી ૬૦૦૦, લઘુવૃત્તિ ૩૦૦૫, બૃહદવૃત્તિ ૭૦૦૦ કમાણની જણાવી છે. ઉપર પ્રમાણે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર, ૧ નંદી અને ૧ અનુગદ્વાર મળી પિસ્તાળીસ સૂત્રમાં આગમ એટલે વિતરાગની વાણી અને વચન મેજુદ છે. આત વચન છે કે–તીર્થકર ભગવંતના સર્વે દેષ ક્ષય પામેલા હોય છે. તેમણે મોહને જીતેલો છે તેથી તે વીતરાગ કદી પણ અસત્ય વદે નહી, કેમકે તેમને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ અસ્તિત્વમાં હેતું નથી. આ સૂત્રમાં આવશ્યક, આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન તથા કલ્પસૂત્ર આ છએ સૂત્રની નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની બનાવેલી છે જે લભ્ય થઈ શકે છે. નિશિથભાષ્ય, બૃહતકલ્પનું મોટું અને લઘુભાષ્ય, વ્યવહારભાષ્ય, જીતકલ્પભાષ્ય, પંચકલ્પભાગ્ય અને ઘનિર્યુક્તિભાષ્ય એ સાતે ભાષ્ય પ્રાચીન આચાર્યોનાં બનાવેલાં છે. આચારાંગ, સૂયગડાંગ, ભગવતી, જબુદ્વીપપન્નતિ, આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, પખીસૂત્ર, અનુયાગદ્વાર, નંદી, નિશિથ, બૃહતક૯પ, વ્યવહાર, દસાશ્રુતસ્કન્ધ, પંચકલ્પ અને છતકલ્પ મળી ૧૩ સૂત્રની ચૂઓ પ્રાચીન આચાર્યોએ બનાવેલી છે. અમેએ ઉપરોક્ત આગમસૂત્રની સંક્ષિપ્ત સમજ આપી છે જેમાં સમજફેર રહેલ હોય તે ભૂલ માટે વાચકોએ અમેને ક્ષમા આપી સુધારી વાંચી સમજવા અમારી ખાસ વિજ્ઞપ્તિ છે. આગમ સૂત્રોનાં પીસ્તાલીસ ગ્રંથોનું વર્ણન તેમાં આવેલી વીગતે સાથે સમજાવેલ છે કારણ જેથી કરી ઈતિહાસકાર વિદ્વાનને જોઈને રસથાળ તેમાંથી પ્રાપ્ત થઈ શકે અને જ્ઞાનનાં બળે સત્ય વસ્તુસ્થિતિ સમજી ઈતિહાસમાં તેઓ સુંદર પરિવર્તન કરી શકે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy