________________
વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનોના મતભેદની પર્યાચના. ૪૩૫ પિતાની માન્યતા સિદ્ધ કરી છે કે વીરનિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭ અથવા ૪૬૭ માં નહિ પરંતુ ઈ. સ. પૂર્વે ૫૪૫માં થયું હતું. તેઓ પોતાના મંતવ્યને અંગે નીચેની દલીલ રજૂ કરે છે –
(૧) શાયભૂમિના શામગામમાં રહેલ બુદ્ધને જ્ઞાતપુત્ર(મહાવીર)નું પાવાપુરીમાં મોક્ષગમન થએલ સમજાયું.
આ ઉપરથી મહાવીરનિર્વાણ બુદ્ધનિર્વાણ પૂર્વે થયું હતું એ સિદ્ધ થાય છે.
(૨) જેનગણનામાં વીરનિર્વાણ સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ૪૭૦ વર્ષનું આંતરું માનવામાં આવે છે, જેમાં “સરસ્વતી ગચ્છ” પટ્ટાવળીના લખાણ અનુસાર વીરનિવાણ અને વિક્રમ જન્મ વચ્ચે ઉપરોક્ત ૪૭૦ વર્ષને આંતરે છે. | વિક્રમને ૧૮ મા વર્ષે રાજ્યાભિષેક થયો અને તે જ વર્ષથી સંવત પ્રચલિત થયે. આ પ્રમાણે વીરનિર્વાણથી (૪૭૦+૧૮) ૪૮૮ વર્ષ ઉપર વિક્રમ સંવતની પ્રવૃત્તિ થઈ. જેનગણનામાંથી ઉપરોક્ત ૧૮ વર્ષ છૂટી જવાથી વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત્સર મનાય છે તેમાં મારે મતભેદ છે.
(૩) બ્રાદેશ અને સીલેન આદિ દેશોની દંતકથાઓના આધાર ઉપર બુદ્વનિર્વાણ ઈ. સ. પૂર્વે ૫૪૪ માં થયું એ સિદ્ધ મનાય છે. એટલે વીરનિર્વાણ પણ ત્યારપૂર્વે એટલે ઈ. સ. પૂર્વે ૫૪૫ માં માનવું યુક્ત લેખાય.
ઉપરોક્ત ત્રણે દલીને જવાબ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે –
પહેલી દલીલને જવાબ અમો ગતિમબુદ્ધ ને પ્રભુ મહાવીરની કાળગણનાને અંગે જણાવી ગયા છીએ. (જુઓ ખંડ બીજાનું પ્રકરણ ૧૩ મું) તે પ્રમાણે ગતમબુદ્ધ જ્યારે ૨૨ વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરને જન્મ (ઈ. સ. પૂર્વે ૫૯ માં) થયે હતો તે બતાવી ગયા છીએ. જ્યારે ગૌતમબુદ્ધ ૮૦ વર્ષના થઈ ઈ. સ. પૂર્વે ૫૪૨-૪૩માં પરિનિર્વાણ પામ્યા તે સમયે પ્રભુ મહાવીરને ૫૮ મું વર્ષ ચાલતું હતું. ત્યારબાદ ૧૪ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસ પછી એટલે કે ઈ. સ. પૂર્વે પર૭ માં અશ્વિન વદ ૩૦ ની રાત્રિના પાછલા પહેરે પ્રભુ મહાવીર નિર્વાણપદને પામ્યા એ અમે સિદ્ધ કરી ગયા છીએ.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ૭૨ વર્ષની અવસ્થાએ નિવાણપદને પ્રાપ્ત કરનાર પ્રભુ મહાવીરને નિર્વાણકાળ ઈ. સ. પૂર્વે પર૭ થી અગાઉ કઈ પણ હિસાબે આવી શક્તો નથી.
દલીલ બીજાના જવાબમાં વિક્રમ અને વીરનિર્વાણના આંતરા અંગે જે ૧૮ વર્ષને તફાવત દર્શાવવામાં આવ્યું છે તેના જવાબમાં જણાવવાનું કે વીરનિર્વાણુ કાળગણનાને સંબંધ શક સંવત્સરની સાથે સંકલિત થયો છે, નહિ કે વિક્રમ સંવત્ સાથે વીરનિર્વાણ અને શકનું ૬૦૫ વર્ષનું આંતરું જે પ્રાચીન સમયમાં હતું તે જ પ્રમાણે વર્તમાને પણ ચાલુ