SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ સમ્રાટ સંપ્રતિ છે. વીરનિર્વાણ બાદ ૪૭૦ મા વર્ષે વિક્રમને જન્મ, આઠ વર્ષ સુધી બાળક્રીડા, ૧૬ વર્ષ સુધી દેશભ્રમણ, ૨૫ વર્ષ સુધી મિથ્યાધર્મયુક્ત રાજ્ય અને ૪૦ વર્ષ સુધી જૈનધર્મ યુક્ત રાજ્ય કરી, વિક્રમની સ્વર્ગગતિ બતાવવાવાળી સરસ્વતીગ૭ પટ્ટાવળીની જે ગાથા શ્રી જયસ્વાલજી રજૂ કરે છે તે તદ્દન નવીન અને દંતકથા આધારે રચાએલ છે. આવી અપ્રમાણિક નૂતન ગાથાઓના આધારે ચિર-પ્રચલિત, વ્યવસ્થિત કાળગણનાને અમાન્ય રાખવી અને તેના ઉપર શંકા દર્શાવવી એ ખરેખર શોચનીય છે. ઉપરોક્ત સરસ્વતીગ૭ પટ્ટાવળી. બીલકુલ અર્વાચીન અને અશુદ્ધ છે. તેની રચના વિક્રમ સંવત્ ૧૬ યા ૧૭મી સદીમાં થએલ સમજાય છે, અથવા તે ત્યારપૂર્વે કંઈક સમય અગાઉ થઈ હોય તેમ જણાય છે. વિદ્વાનોના અવલોકનાથે ઉપરોક્ત ગાથાનું અવતરણ નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ. જેમાં વિક્રમના જન્મકાળમાં ભિન્નભિન્ન વર્ષોની વહેંચણી કરવામાં આવી છે – સત્તર વરસ જુત્તા(તે), તિ(નિ) વિમો નો. अट्टवरस बाललीला, सोडसवासेहि(साई) भम्मण्दसो(सं)॥ वरस पणवीसा रज्ज, कुणति मिच्छोवदेस संजुत्तो। चालीस वरस जिणवर-धम्म पालिय सुरपहं लहियं ॥" વેતાંબર સંપ્રદાયની માફક દિગંબર સંપ્રદાયમાં પણ વિક્રમ સંવત્નો પ્રચાર થએલ છે, જેમાં પણ અનેક જાતની ભૂલની પરંપરા થઈ છે. કેઈ વિક્રમના જન્મથી સંવત્સરની શરૂઆત માનતા હતા, કોઈ તેના રાજ્યાભિષેકથી તે કે તેના મૃત્યકાળથી સંવની શરૂઆત ગણુતા હતા. આ પ્રમાણે આ વિષયમાં મતભેદ હતો પણ કઈ માન્યતા યોગ્ય છે અને કઈ માન્યતા અગ્ય છે તે વિષયક ચર્ચા કરવાની અહીં જરૂરિઆત નથી, કારણ કે અમારા ગ્રંથની કાળગણનાને મર્યાદિત સમય શકસંવતના સમય સાથે કેઈપણ રીતે મતભેદક થઈ શકો નથી. સીલેન, બ્રહ્મદેશ તથા સીઆમ અને આસામમાં બદ્ધ રાજગુરુએ બુદ્ધનિર્વાણના સમય અંગે એકમતવાળા છે. જ્યારે બુદ્ધનિર્વાણને અંગે આ પ્રમાણે વિપુલ સમુદાયની બહુમતિ નિશ્ચયાત્મક હોય ત્યારે મહાવીરનિર્વાણ બુદ્ધનિર્વાણ પહેલાં કઈ રીતે સંભવી શકે? અમોએ આ ગ્રંથમાં સાબિત કરી આપ્યું છે કે પ્રભુ મહાવીર શૈતમબુદ્ધના નિવાણ બાદ લગભગ ૧૫ વર્ષે કાળ કરી ગયા છે. વલ્લભીવાચનાનાં જૈન સૂત્રો અને બૌદ્ધ ગ્રંથનો નિર્વાણ-કાળ અમારી કાળગણના સાથે મળતું આવે છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy