________________
શ્રી. નિ. કાળગણુનાને અંગે આધુનિક વિદ્યાનાના મતભેદની પર્યાલાચના
૪૩૩
આવ્યું. વે એકલા સંવત્ લખાયા કરતા હતા, પરંતુ જ્યારથી શક સંવત્, ગુપ્ત સંવત્ આદિ અનેક સંવતા વિશેષનામેાદ્વારા પ્રચાર પામ્યા ત્યારથી આ માલવ સંવત્ પણુ માલવાના સુપ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યના નામની સાથે પ્રચલિત થયા.
વિક્રમની દશમી સદીમાં આચાર્ય દેવસેન દ્વારા લખાએલ દનસાર ગ્રંથમાં સંવત્ની સાથે વિક્રમ નામ જોડાએલ દેખાય છે.
*
.
ત્રીજી દલીલને જવાબ એ છે કે આદ્ધનિર્વાણુના સબંધમાં આજે નહિ પણ હજારા વર્ષથી નિર્વાણુકાળ સંશયાત્મક બન્યા છે. અમારા કથનના ટેકામાં અમેા નીચેની દલીલે રજૂ કરીએ છીએ:—
(૧) ઇ. સ. ૪૦૦માં ચીની યાત્રી હિન્દ આવેલ હતા. તેણે લખ્યુ છે કે આ સમય સુધી મુહનિર્વાણુના ૧૪૯૭ વર્ષ થઈ ગયાં હતાં. આ ઉપરથી નિર્વાણુ સમય ઇ. સ. પૂર્વે ૧૦૯૭ ની આસપાસ આવે છે.
(૨) ઇ. સ. ૬૩૦ માં પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુએનસાંગે ભારતયાત્રા કરી હતી. તેણે યાત્રાના વર્ણનમાં લખ્યું છે કે “ બુદ્ધદેવ ૮૦ વર્ષ સુધી જીવતા રહ્યા. જેની નિર્વાણતિથિ સંબંધમાં ઘણુા જ મતભેદ કોઇ મતવાળા વેશાખ શુદિ ૧૫ ના દિવસે તેમની નિર્વાણતિથિ માને છે, સર્વાસ્તિવાદી કાર્તિક શુદ્ધિ ૧૫ નું નિર્વાણુ માને છે, કાઇ મતવાળા કહે છે કે બુદ્ધનિર્વાણુને ૧,૨૦૦ વર્ષ થઇ ગયાં, કાઇ કહે છે કે ૧,૫૦૦ વર્ષ થઈ ગયાં, કોઈ કહે છે કે ૯૦૦ વર્ષથી કાંઇક અધિક કાળ બુદ્ધનિર્વાણુને થયા છે. આ ઉપરથી સમજાય છે કે હ્યુએનસાંગના સમયમાં પણ ખુદ્ધનિર્વાણુના નિર્વાણુકાળને અંગે ત્રણ જાતની માન્યતા હતી. એક પંથની માન્યતા અનુસારે બુદ્ધનિર્વાણુ ઇ. સ. પૂર્વે ૫૭૦ વર્ષ, ખીજા મત અનુસારે ઇ. સ. પૂર્વે ૮૭૦ વર્ષ અને ત્રીજાની માન્યતા પ્રમાણે ત્યારપૂર્વે ર૭૦ વર્ષ ગણાતાં હતાં.
બોદ્ધોના પાલીગ્રથ અશેાકના રાજ્યાભિષેક પૂર્વે બુદ્ધનિર્વાણુ પ્રતિપાદન કરે છે, જ્યારે દિવ્યાવદાન પ્રમુખ ઉત્તરીય ખાદ્ધગ્રંથા અશોકના ૧૦૦ વર્ષ પૂર્વે ઔદ્ધનિર્વાણુ ખતાવે છે.
ચીન દેશ ઇ. સ. પૂર્વે ૬૩૮ બુદ્ધનિર્વાણુના કાળ માને છે. સીલેાન, બ્રહ્મદેશ અને સીઆમ ઇ. સ. પૂર્વે ૫૪૪ માં ઔદ્ધનિર્વાણુ માને છે. તે જ પ્રમાણેની માન્યતા આસામના રાજ્યગુરુઓની પણ છે.
આદ્ધનિર્વાણુની કાળગણનામાં ઐાદ્ધસપ્રદાયમાં પણ ભિન્ન ભિન્ન મતા દેખાય છે.
* જીઓ ભારતીય પ્રાચીન લિપિમાળા.
૧૫