________________
૪૩૨
સમ્રાટું સંપતિ ૪૭૦મા વર્ષે વિક્રમ સંવત્ની ઉત્પત્તિ થઈ હતી તે સિદ્ધ કરી ગયા છીએ, કાળગણનામાં જે કાંઈ ગોટાળો થયો છે તે નિગોદવ્યાખ્યાતા પ્રથમ કાલકાચાર્ય અને નિમિત્તવેરા દ્વિતીય કાલકાચાર્યને અંગે જ છે. બલમિત્ર-ભાનુમિત્રને નામે નિમિત્તવેત્તા કાલકાચાર્યને પ્રમાણભૂત ઈતિહાસ મળી આવે છે કે જે બલમિત્ર-ભાનુમિત્રા મહારાજા વિક્રમને નામે પ્રસિદ્ધિને પામ્યા હતા તે જ છે. પુરાતત્વવેત્તાઓના કથન અનુસારે ઈ. સ. ના પ૭ વર્ષ પછી જે સંવત્સર પ્રચલિત થયેલ છે તેની સાથે વિક્રમ સંવતને વાસ્તવિક રીતે કઈ પણ જાતને સંબંધ નથી.” . શિલાલેખ, સિકકા આદિ કોઈ પણ એવું પ્રમાણ નથી મળી આવતું કે આ સંવત્સર પ્રવૃત્તિના સમયમાં વિક્રમ નામે વ્યક્તિનું અસ્તિત્વ પણ તેઓ સાબિત કરી શકે.
પહેલાં વિક્રમાદિત્યને ઉલેખ દ્વિતીય ચંદ્રગુપ્ત નામના રાજા સાથે મળતું આવે છે. ત્યારપૂર્વે કેઈપણ રાજાની ઉપાધિ (Title) વિક્રમાદિત્ય તરીકે હતી તેવાં પ્રમાણ મળતાં નથી.
પ્રચલિત સંવત્સરની સાથે વિક્રમનું નામ ઘણાં વર્ષો પાછળથી જોડવામાં આવ્યું છે. નવમી સદી પૂર્વે કોઈ પણ લેખપત્રમાં સંવની સાથે વિક્રમ શબ્દ લખાએલે દેખાતું નથી.
આ ઉપરથી વિક્રમ નામધારી કોઈ રાજા થયે નથી કે જેણે પિતાના નામથી સંવત્સર ચાલુ કર્યો હોય. અથવા તે આ નામધારી કે વ્યક્તિ થઈ હોય તે તેની સાથે આ સંવત્સરની પ્રવૃત્તિને સંબંધ બંધબેસતો થતો નથી. - “વરનિર્વાણ સંવત અને જેન કાળગણના' નામના ગ્રંથના લેખક ઈતિહાસવેતા મુનિશ્રી કલ્યાણવિજયજી તેમ જ અમોએ પણ આ ગ્રંથ રચનામાં કીધેલ સૂક્ષમ સંશોધનમાં જણાવ્યું છે કે ઉપરોક્ત સંવત્સર વિક્રમાદિત્ય નામે કઈ પણ વ્યક્તિએ ચલાવ્યો નથી, છતાં એ સમયના ગાળામાં વિક્રમ નામે વ્યક્તિનું અસ્તિત્વ ધારે કે માની લઈએ તે પણ કાળગણનાને અંગે કઈ પણ આપત્તિ આવી શકતી નથી.
તિલ્યગાલી પUત્રયની કાળગણનામાં દર્શાવેલ બલમિત્રને જ વાસ્તવિક્તાએ વિક્રમાદિત્ય માની લઈએ તો બેટું નથી. એમણે ઉજજોનીમાં રાજ્ય સ્થાપના કરી. તેમના સ્વર્ગવાસ બાદ માલવપ્રજાએ સંવત્સરને પ્રારંભ કર્યો. (વિ. નિ. ૪૭૦ માં )
માલવ સંવતની સાથે વિક્રમનું નામ કયારથી જોડવામાં આવ્યું છે તેને નિશ્ચય થે મુશ્કેલ છે, કારણ કે નવમી શતાબ્દી પૂર્વે ઉપરોક્ત સંવત સાથે વિક્રમ શબ્દ લખાયેલ મળતું નથી, પરંતુ એમ માની શકાય કે ત્યારપૂર્વે એ માલવસંવત્ વિક્રમ સંવત નામે પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો.
જે પ્રમાણે શક સંવત પુરાણકાળમાં કેવળ સંવતના નામે લખાતું હતું, પરંતુ કાળાંતરે શક સંવત્ લખાવા લાગે એ જ માફક સંવતની પૂર્વ વિક્રમનું નામ જોડવામાં