SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ વી. નિ. કાળગણનાને અંગે આધુનિક વિદ્વાનોના મતભેદેની પર્યાલચના ૪૩૧ પ્રચલિત સંવત્સરના આધાર ઉપર નિર્વાણ સંવત્ની ગણના કરવી એ કઈ રીતે બંધબેસતું થઈ શકતું નથી. (૩) બદ્ધ સાહિત્યના આધારે બદ્ધ અને મહાવીરની સમકાલિનતા સિદ્ધ થાય છે, જેમાં બદ્ધનિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૭૭ માં થયું એ વસ્તુ તે નિશ્ચિત કરે છે. હવે જે મહાવીરનિર્વાણ પ્રચલિત પરંપરા અનુસાર ઈ. સ. પૂર્વે પર૭ વર્ષે માનીએ તે પ્રભુ મહાવીરના નિર્વાણુ સમયમાં બુદ્ધની અવસ્થા શીફ ૩૦ વર્ષની આવે છે, જે સમયમાં તેમને “બાધિજ્ઞાનની પ્રાપ્તિ પણે થઈ ન હતી, તે આ કાળે તેઓ મહાવીરના સમકાલિન ધર્મપ્રવર્તક કઈ રીતે કરી શકે છે? ઉપરોક્ત ત્રણ દલીલે ડે. જેકેબી અને ડે. જાઉં ચારપેન્ટીયરના મતભેદક મુદ્દાઓના સારરૂપ છે. તેના જવાબરૂપે આ આખો ય ગ્રંથ કાળગણનાના હિસાબે પ્રાચીન સુત્રોના આધાર ઉપરથી રચી અને સિદ્ધ કરી આપ્યું છે કે વીરનિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭માં ગણવામાં આવે છે તે પ્રમાણભૂત છે. તે જ માફક મહાત્મા ગતમ બુદ્ધનું નિર્વાણ મહાવીરસ્વામીના નિર્વાણ પૂર્વે ૧૪ વર્ષ ૭ માસ અને ૧૫ દિવસ અગાઉ થયું હતું તે પણ પ્રમાણભૂત છે, જે અમો દર્શાવી ગયા છીએ. અમારા આખા ય ગ્રંથને સાર ઉપરોક્ત વિદ્વાનોની દલીલના જવાબ રૂપે નીચે પ્રમાણે ટુંકાણમાં રજૂ કરીએ છીએ-- પ્રથમ દલીલને જવાબ એ છે કે-જૈન સાધુ કઈ પણ રાજવંશ અથવા તે રાજસ્થાનનો ગરાસ ભેગવી કીર્તિગાયક થા નથી કે જે પ્રમાણે તેઓ ભાટચારણની માફક એક જ સ્થળે રહી તે રાજાની વંશકથા લખ્યા કરે. તેઓ પિતાના ધાર્મિક નિયમ પ્રમાણે દેશપરદેશમાં પરિભ્રમણ કરવાવાળા અપ્રતિબદ્ધ વિહારી સાધુઓ હતા. એટલે જે સમયે તેઓ જ્યાં જઈ ચઢતા તે સમયે ત્યાંના અધિક પ્રસિદ્ધ રાજાના રાજત્વની કાળગણનાને ઉપયોગ પોતાની કાળગણનાથી સંબંધિત કરી કાળગણના રજૂ કરતા હતા. આ ઉપરથી એમ નથી કરી શકતું કે વીરનિર્વાણ કાળગણનાના સંબંધમાં કઈ પણ ઠેકાણે ભૂલ આવી જાય. આ રીતની કાળગણનાને લગતી મહત્વતાભરી ને નજર સામે તરી આવતી હોય છતાં તેમાં શંકા દર્શાવવી તે ખરેખર અગ્ય અને દિલગીર થવા જેવું છે. બીજી દલીલને જવાબ એ છે કે-બલમિત્ર-ભાનુમિત્ર અને કાલકાચાર્યના સમયને અને પરસ્પર કાળગણના મળતી ન થવાની જે દલીલે રજૂ કરવામાં આવી છે તે વિચાર કરવા જેવી છે. તેના ઉપર અમાએ પણ ભાર મૂકી, સાતમા ખંડમાં શ્રી કાલકાચાર્યના અને ખાસ અલગ પ્રકરણ રજૂ કરી મહારાજા (બલમિત્ર) વિક્રમના અંગે વીરનિર્વાણના
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy