________________
૪૧૪
સમ્રા સંપ્રતિ - શ્રી પાદલિપ્તસૂરિએ આ સંઘ કાઢવામાં અગ્રભાગ ભજવ્યો હતો. તેઓ આકાશમાં ઊડવાની શક્તિ ધરાવતા હતા એટલું જ નહિ પરંતુ તેઓ સુવર્ણસિદ્ધિના જાણકાર હોવાથી અને વિદ્યાઓના પ્રભાવે આ કાળે સિદ્ધક્ષેત્ર શત્રુંજય જે તદ્દન જીર્ણ થયું હતું તેને પિતાની શક્તિઓના પ્રભાવે એક મંદિરમય શહેર બનાવી દીધું. તેની તળાટીમાં એક નગર વસ્યું જે આજે પાલીતાણા એવા નામથી પ્રસિદ્ધિ પામ્યું છે.
આ પાદલિપ્તસૂરિ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ સાતવાહનના રાજ્યગુરુ બન્યા હતા, તેમજ તેમણે “તિમ્ કરંડક' (પન્ના) પર પ્રાકૃત ટીકા લખી હતી.
શ્રી સિદ્ધસેન દિવાકરે અસંખ્ય જનસમૂહ સમક્ષ જૈનધર્મને પ્રભાવ બતાવવા મહાકાલ મંદિરમાં જઈ, ત્યાં “ કલ્યાણુમંદિર” નામના સ્તોત્રની રચના કરતાં ઉપરોક્ત તેત્રને અગિયારમો લેક ઉચ્ચારતાંની સાથે જ શિવલિંગની જગ્યાએ ભૂગર્ભમાંથી મહારાજા સંમતિના સમયની શ્રી અવંતી પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા ઉપર આવી અને પ્રગટ થઈ જેના દર્શન હજારો લેકેએ કર્યા. આ પ્રતિમા વર્તમાનકાળે પણ ઉજજૈનના જિનમંદિરમાં મોજુદ છે.
મહારાજા વિક્રમના રાજ્યદરબારમાં નવ રાજ્યરત્નો હતાં, જે પૈકી સિદ્ધસેન દિવાકર પણ એક હતા એ પ્રમાણે 3. સતીશચંદ્ર કહે છે. આ હકીકતને લગતે લેક નીચે મુજબ છે. ___“धन्वन्तरिः क्षपणकोऽमरसिंहशंकु-बेतालभट्ट-घटखर्परकालिद साः।
ख्यातो वराहमिहिरो नृपतेः सभायां, रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥" | વિક્રમ મહારાજાને અને ઈતિહાસકારો જણાવે છે કે આ હિંદુ રાજા આર્થર જેવો આદર્શ રાજવી હતા. રાજાઓમાં આદર્શ નૃપતિ તરીકે જૈન અને બ્રાહ્મણ સાહિત્ય રાજા વિક્રમને માન આપે છે. તેના પશ્ચાત્ ઉજજેનની રાજગાદી ઉપર થએલ અનેક રાજવીઓએ પોતાને “વિક્રમ” તરીકે ઓળખાવવામાં ગેરવતા માનેલી છે, જેના અંગે સમાન નામને કારણે ઈતિહાસમાં થોડી ઘણી ગુંચવણ ઊભી થવા પામી છે, છતાં સમજપૂર્વક સંશોધનમાં આ ગુંચવણને ઉકેલ સહેલાઈથી નીકળી શકે છે. એકંદરે મહારાજા વિક્રમે અવન્તીની ગાદી ઉપર માત્ર ૧૩ વર્ષ અમલ કર્યો અને વી.નિ. ૪૭૦ માં તેને સ્વર્ગવાસ થતાં તેની યાદગીરી માટે તેના નામને સંવત માળવાની પ્રજાએ ચાલુ કર્યો, કે જે સંવત્સરનું આજે ૧૬ મું વર્ષ ચાલે છે. આ સંવત્સરની શરૂઆત ઈ. સ. પૂર્વે ૫૬ માં થએલ છે, એટલે આજે ઈ. સ. નું ૧૯૪૦ મું વર્ષ ચાલે છે તેમાં પ૬ ઉમેરતાં સંવત ૧૬ મળી રહે છે. તેવી જ રીતે ૧૯૬ માં વીર નિર્વાણના ૪૭૦ વર્ષ ઉમેરતાં આજે વીરનિર્વાણ સંવત્ ૨૪૬૬ સત્ય સાબિત થાય છે.
જ્યાં સુધી વિક્રમ સંવત્સર ભારતમાં વિદ્યમાન હશે ત્યાં સુધી આ પ્રતાપી મહારાજાનું નામ અને ઈતિહાસ અમર રહેશે.