________________
પ્રકરણ ૫ મું.
મહારાજા બલમિત્ર ઊર્ફે વિક્રમાદિત્ય પહેલે.
વિરનિર્વાણ ૪૫૭ થી ૪૭૦ ( ૧૩ વર્ષ) યુગપ્રધાન શ્રી આર્યઅંગુસૂરિ વિ. નિ. ૪૫૦ થી ૪૭૦
નિમિત્તવેત્તા શ્રી કાલકાચાર્યો માળવાની રાજગાદી ઉપર રહેલ અત્યાચારી રાજા ગર્દભીલને હરાવવા શક રાજાઓ સાથે ભેગુકરછ કહેતાં ભરુચના રાજવી બલમિત્રભાનુમિત્રને સાથ લીધા હતા. તેમની સહાયતાથી શ્રી કાલકાચાર્ય ગર્દભીલને પદભ્રષ્ટ કરી સાધ્વી સરસ્વતીને મુક્ત કરવા સમર્થ થયા હતા અને આપેલ વચન પ્રમાણે સર્વે સહાયક શક રાજાઓને માળવાના ૯૯ વિભાગો પાડી વહેંચી આપ્યા હતા, જેમાંથી મુખ્ય રાજાને ઉજજેનની રાજગાદી સુપ્રત કરી હતી. આ શક રાજવીએ વીરનિર્વાણ ૪૫૩ થી ૪૫૭ સુધી રાજગાદી ભેગવી, પરંતુ આ રાજવી હિંદના આચાર–વહેવારથી અજાણ હેવાથી તેને રાજ્યામલ માળવા ઉપર ટકી શકો નહિ અને માળવાની પ્રજાને તે અપ્રિય થઈ પડયો.
એટલે માળવાની પ્રજાએ શ્રી કાલકાચાર્ય તેમજ રાજ્યાધિકારી વર્ગની સંમતિથી શકરાજાને પદભ્રષ્ટ કરી વી.નિ. ૪૫૭ માં બલમિત્ર(વિક્રમ)ને અવન્તીપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો. આને લગતું વૃત્તાંત અમો અગાઉના પ્રકરણમાં જણાવી ગયા છીએ.
મહારાજા વિક્રમના અમલ દરમ્યાનમાં શ્રી આર્યમંગુ, શ્રી વૃદ્ધવાદી, શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે. આ પૈકી શ્રી સિદ્ધસેન દિવાકર “મહાન તર્કશાસ્ત્રી” થયા. તેઓ જાતે મૂળ બ્રાહ્મણ હતા. તેમણે વિક્રમ રાજાને પ્રતિબધી શત્રુંજય( પાલીતાણા )ને સંઘ કાઢ્યો હતો અને એ તીર્થનો ઉદ્ધાર કર્યો હતું, જેને લગતો લેક અમો આ જ ગ્રંથમાં પૃષ્ઠ ૩૦૪ ઉપર કજૂ રહી ગયા છીએ,