________________
૪૧૨
સમ્રાટ સંપ્રતિ આ વાયુદ્ધની શબ્દધ્વનિ નિરંજન વનમાં ધૂમનાર જેન નિ ના કાન સુધી પહોંચી. ધ્યાનમગ્ન નિચે આ વનિને અર્થ સમજવાનો પ્રયત્ન કરી કહ્યા હતા. એટલામાં તેમને કાને ભગવાન મહાવીરના મોક્ષમાર્ગને ઉપહાસ કરનારા શબદ પણ અસ્કુટ રીતે સાંભળવામાં આવ્યા. આથી ક્ષપણુક (જેન શ્રમણ યા નિગ્રંથ) પણ પિતાની શાસનરક્ષાના ઉપાયો શોધવા લાગ્યા...”
આ નિમાંથી પ્રથમ આચાર્યશ્રી ઉમાસ્વાતીજીએ “તત્વાર્થાધિગમ' સૂત્ર (મેક્ષશાસ)ની રચના કરી અને સમગ્ર જૈન તને એકત્ર રીતે સંગ્રહિત કરી, તે સૂત્રકારે પોતાના જીવનમાં તે કાર્યને પૂર્ણ કરી, પાછળના પ્રભાવશાળી વિદ્વાને માટે સૂચના કરી છે કે આમાં સંગ્રહિત જેન તત્વને અર્થ, પ્રમાણ અને નયદ્વારા નિર્ણય કરવો જોઈએ...”
એ પ્રમાણને નયની વ્યવસ્થા કરવા માટે નવીન શાસ્ત્ર રચવાનું કાર્ય ત્યારપછીના આચાર્યોએ ઉપાડી લીધું તેમાં પ્રથમ અગ્રણી શ્રી સિદ્ધસેન હતા. તેમણે સૌથી પહેલાં
ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરી અને જેના પ્રમાણને પાયે સ્થિર કર્યો.”
આ પ્રમાણેની ઉપરની ધ અમોએ શ્રી મોહનલાલ દેસાઈકૃત “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામના ગ્રંથમાંથી લીધી છે.
સુજ્ઞ વાચક, આ ઉપરથી સારી રીતે સમજી શકાશે મહારાજા વિક્રમને માળવાની રાજ્યગાદ્ધ પ્રાપ્ત થઈ ત્યાંસુધીના જૈન સાહિત્યમાં કોઈ પણ સ્થળે તર્કવાદને ઉપગ થયે
જ નથી એટલે પ્રાચીન સૂત્રની શહાદતો સાથે ઐતિહાસિક લખાણેને મેળવી અમેએ આ ગ્રંથ રજૂ કર્યો છે કે જે પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ તરીકે માનનીય થશે એવી સંપૂર્ણ આશા છે.