________________
વીરનિર્વાણ ૪૦૫ થી ૪૦૦ સુધીનું સંક્ષિપ્ત ઇતિહાસ
૪૧૧
“યવન”, “પારદ', “પલ્લવ” “ચીન', “કિરાતું”, “દરદ', અને “ખાસ” એ બધા ભ્રષ્ટ થએલા ક્ષત્રિયો છે અને જે દેશમાં તેઓ રહેતા હતા તે દેશનું નામ તેમણે પિતાની જાતિ ઉપરથી રાખ્યું હતું.
પ્રાકૃતમાં “સગકુલ' (શકકુલ) કહેવામાં આવ્યું છે તે જ બરાબર છે.
ફેશન ગ્લાસનપે “દેઅર જેનીસ યુઝ” નામના જર્મન પુસ્તકમાં પૃષ્ઠ ૪૩ ઉપર શાહી રાજાઓ વિષે લખતાં જણાવ્યું છે કે “શાહનશાહી” કે જેઓ શિક અથવા સિથિયન લેકના નાયક હતા તેમની પાસે શ્રી કાલિકાચાર્યા ગયા હતા.
તેવી જ રીતે સિધુ નદી ઓળંગી સૈરાષ્ટ્રમાં આવ્યાની હકીકત પણ નીચેની પ્રાકૃત પંક્તિ પરથી માલુમ પડે છે.
“કાળિો હિંપુનર મેન સીમંડ પરો.” તેવી જ રીતે ઢક્કગિરિમાં દ્રવ્ય ખૂટી જતાં સુવર્ણ સિદ્ધિને પ્રયોગ કરવો પડ્યો હતો તેને ઉલેખ પણ પ્રાકૃત ગ્રંથમાં છે. માળવા પહોંચ્યા પછી સરસ્વતી સાધ્વીને મુક્ત કરવા ગભીન્ન રાજાને સમજાવવા દૂતને મોકલેલે તેને લગતે સંસ્કૃતમાં ગાથાનુબંધ લેક મળી આવે છે. આ બધી હકીકતે અમારા મંતવ્યને પુષ્ટ કરવા માટે પૂરતી છે.
ભારતના જેન સાહિત્યકારો સાથે જાણીતા ઇતિહાસકારો પણ આ સમયના યુગને અંગે એટલે શ્રીમદ્ કાલકાચાર્યને હાથે મહારાજા વિક્રમાદિત્ય(પ્રથમ)ને માળવાની રાજગાદી વીર નિર્વાણ ૪૫૭ માં પ્રાપ્ત થઈ ત્યાંસુધીના પ્રાચીન જૈન ઈતિહાસને અંગે પિતાપિતાના અભિપ્રાયો નીચેના શબ્દમાં રજૂ કરે છે.
“ઉપલબ્ધ જૈન વાડ્મયનું સૂક્ષમ નિરીક્ષણ કરતાં જણાય છે કે મહારાજા વિક્રમના સમયમાં થએલા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર પહેલા જૈન દર્શનમાં તર્કશાસ્ત્ર સંબંધી કઈ સ્વતંત્ર સિદ્ધાંત પ્રચલિત હતો નહિ. તેની પૂર્વે પ્રમાણુશાસ્ત્ર સંબંધી વાત કેવળ
આગમ” માં જ સંકલિત હતી. સિદ્ધસેનસૂરિ પહેલાને જમાને તર્કપ્રધાન ન હતા પરંતુ આગમપ્રધાન હતા. ત્યાં સુધી માત્ર આસ (મહાન ) પુરુષનાં વચન સર્વથા શિરોધાર્ય સ્વીકારાતા...”
“જેન ધર્મના સહચર બ્રાહ્મણ અને હૈદ્ધ ધર્મની પણ એ અવસ્થા હતી, પરંતુ મહર્ષિ તમના ન્યાયસૂત્રના સંકલન પછી ધીમે ધીમે તર્કનું જોર વધવા લાગ્યું અને જુદાજુદા દર્શનેના વિચારોનું સમર્થન કરવા માટે સ્વતંત્ર સિદ્ધાંતની રચના થવા લાગી. તાકિ બ્રાહ્મણે થયા અને તેમની સામે બોદ્ધોમાંથી નાગાર્જુન નામના બુદ્ધિશાળી મહાશમણે મધ્યમાવતાર' રચ્યું. બ્રાહ્મણ અને દ્ધ વિદ્વાનોમાં તર્કશાસ્ત્રીય યુદ્ધ વધતું ગયું.”