SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ વીરનિર્વાણ ૪૦૫ થી ૪૭૦ સુધી સંક્ષિપ્ત ઇતિહાસ 9. તિહાસ ૪૦૭ ગદંભીલ્લાની તપશ્ચર્યા નિષ્ફળ બને છે– ટૂંક સમયમાં જ ગભીલની ઉગ્ર તપશ્ચર્યાને અંગે દેવી પ્રસન્ન થઈ. અને આ પ્રસન્ન થએલ દેવીએ ગર્દભીલને ઊંચેથી શબ્દોચ્ચાર કરવા કહ્યું. આ જ સમયે દેવીની આજ્ઞાનુસારે ગર્દભીલ એક પણ શબ્દ ઉચ્ચારે તે પહેલાં જ તેનું મુખ બાણેના વરસાદથી એવી રીતે તો ભરાઈ ગયું કે તેના વેગે તે અર્ધ મૃત્યુવશ થઈ જમીન પર ઢળી પડયે. અને તેનાથી શબ્દોચ્ચાર તો શું પણ દેવીની સન્મુખ જોઈ પણ શકાયું નહિ. પરિણામે પ્રસન્ન થએલ દેવી ગર્દભીલ રાજા ઉપર કોપાયમાન થઈ, તેના મસ્તક ઉપર વિષ્ટા કરી, તેને લાતો મારી આકાશમાર્ગે ચાલી ગઈ. શ્રી કાલકાચાર્યને શરણે ગર્દભીલ સાખી રાજાના સુભટોએ અને સૈન્ય આ જ સમયે કિલ્લાની દિવાલનો એક ભાગ તે કે જે ભાગ ઉપર ગભીલ તપશ્ચર્યા કરી રહ્યો હતે. ઉપરોકત ભાગને તોડી લશ્કરે કિલ્લામાં પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાં સાથે જ ગર્દભીલ રાજાને રાજ્યસુભટોએ કેદી બનાવ્યું, અને તેને બાંધી કાલકાચાર્ય પાસે લાવી રજૂ કર્યો. આચાર્યદેવને જોતાં જ ગભીલ રાજા શરમાઈ ગયે. આચાર્યદેવે આ સમયે પણ શાંતિથી ગભીલ રાજાને કહ્યું કે, “હે અત્યાચારી રાજવી, એક સતી સાધ્વીના ચારિત્રના ભંગના પ્રાયશ્ચિત-સ્વરૂપ આ તે એક પુષ્પ માત્ર છે. હજી તો તેનું ફળ તને ભવિષ્યમાં-પરલેકમાં મળશે. આ ઘર પાપથી તરવા માટે, તારા માટે, હજુ પણ, આત્મશુદ્ધિ અર્થે સંસારત્યાગને યોગ છે,” પરંતુ આ ઉપદેશ વ્યર્થ ગ. સબબ “માર રાતત્તિન मलिनत्वं न मुञ्चति।" શાંતિ ધરી બેઠેલ સાખી રાજાઓની ધીરજ હવે ખૂટી, અને તેઓએ ગર્દભીલને દેહાંતદંડની સજા કરવા ઈચ્છા કરી, પરંતુ આચાર્યદેવે “vપેન ચતે ” એ સિદ્ધાંત અનુસારે તેને જીવતદાન અપાવ્યું અને તેની પાસે દેશત્યાગ કરાવ્યું સરસ્વતી સાધ્વીને તરત જ માનભેર આચાર્યદેવ પાસે લાવવામાં આવી, અને અન્ય સાધ્વીઓએ તેમને ગચ્છમાં લીધી. સરસ્વતી સાધ્વીએ લાગેલ પાપની તપશ્ચર્યાથી આલોચના કરી. માળવાના વિભાગ બાદ આચાર્યદેવે માળવા રાજ્યના ૯૬વિભાગે બુદ્ધિપૂર્વક પાડ્યા. જેમાંથી શક રાજા સાથે રહેલ ૫ રાજાઓને ઉજજેનવાળે મોટે વિભાગ વહેંચી આપે અને તેને સમ્રા બનાવ્યું.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy