________________
સમ્રા સંપ્રતિ બલમિત્ર(વિક્રમ)ને વિદિશાને વિભાગ સુપ્રત કર્યો અને તેને શક રાવને પડિયા બનાવ્યું. આ પ્રમાણે માળવાના એક પ્રાન્તના રાજવી તરીકે બલમિત્રનો રાજ્યામલ વિ. નિ. ૪૫૩ માં ચાલુ થયે. જો કે તે સમયે તે ભચને સ્વતંત્ર રાજવી તે હવે જ. શકવંશની સ્થાપના (વીર નિર્વાણ ૪૫૩)
આ સમયે ઉજજેનની રાજગાદી ઉપર શાહી રાજાના મુખ્ય રાજવી કે જેનું નામ ભૂમકક્ષહરાત ઊદ્દે ક્ષત્રપ હતું તેણે “શક” વંશની સ્થાપના કરી. આ વંશને આ કાળે હિંદુઓ મ્લેચ્છ વંશ તરીકે ગણતા હતા છતાં તેને પૂર્વ ઈતિહાસ તપાસતાં તેઓ ધર્મભ્રષ્ટ થએલ ભારતના ક્ષત્રિયવંશી આર્યો હતા. આ કાળે શક રાજસત્તા સ્થાપક શ્રી કાલકાચાર્યને વિનંતિપૂર્વક તેમના ધર્મગુરુ બનવા વિનંતિ કરી, તેમને ઉજજૈનમાં રોકી લીધા. માળવાની ગાદી ઉપર બલમિત્ર ઉફે વિક્રમાદિત્યને રાજ્યાભિષેક
માળવાની ગાદી ઉપર આવેલ શક રાજવીઓ હિંદના આચાર વહેવારથી આ કાળે અજાણ હોવાને લીધે તથા તેઓ ભારતની પ્રજાથી દરેક રીતે અલગ પડતા હોવાને લીધે તેમને રાજ્યાધિકાર ટકી શકે નહિ; અને તે માળવાની પ્રજા માટે અપ્રિય થઈ પડે. પરિણામે રાજ્યસત્તા ઉપર આવેલ શકરાજાની સત્તા નબળી પડી અને માળવાના રાજ્યાધિકારી અમલદારવર્ગ અને પ્રજાએ યાંત્રિક ગોઠવણ કરી એવી જાતને બેઠો બળવો જગાવ્યું કે જેથી શકરાજાને માત્ર ચાર જ વર્ષના રાજ્યઅમલ બાદ પદભ્રષ્ટ કરી અવન્તીની રાજ્યગાદી કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રને વીરનિર્વાણ ૪૫૭ માં અર્પણ કરી. - અહીંના રાજ્યસિંહાસન ઉપર બલમિત્ર કહેતાં મહારાજા વિક્રમાદિત્યને વીરનિર્વાણ ૪૫૭ માં રાજ્યાભિષેક કરવામાં આવ્યો કે જે કાલકાચાર્ય મહારાજાની નજર સામે શ્રાવક થયો.
વીરનિર્વાણ ૪૫૩ માં માળવાની ગાદી ઉપર શકવંશની સ્થાપના થઈ તે સમયે બલમિત્ર અને ભાનુમિત્રના રાજ્યઅમલનું ૪૩મું વર્ષ હતું. ચાર વર્ષ બાદ આ બને ભાઈઓને અવન્તીનું રાજ્ય મળ્યું એટલે તેમને રાજ્યામલ ૪૭ વર્ષને થયે.
આ બનાવ પછીથી મહારાજા વિક્રમે માળવાથી દૂર આવેલ ભરુચ પ્રાંતની ગાદી તેના પિતરાઈ ભાઈ નરવાહન(નભસેન)ને સુપ્રત કરી અને તેને માળવાન મંડલિક રાજા બનાવ્યો.
રાજા નભસેને ભરુચનો વહિવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માંડે. તેણે પિતાના નામથી “નઃપાન” રાજા તરીકે સિક્કાઓ ચાલુ કર્યા.
ઉજજેનીમાં બલમિત્ર અને ભાનુમિત્રના રાજ્યામલ જમાવ્યે થોડા જ વર્ષ થયાં