________________
સમ્રાટું સંપ્રતિ બીજી તરફ ગર્દભીલને પિતાની ઉપર હુમલે આવે છે એમ ખબર મળતાં જ તેણે પણ સામું લશ્કર તૈયાર કરી ગ્ય સ્થાન જેઈ પડાવ નાંખે. યુદ્ધ કરવા પૂર્વે પણ એક દૂતને મોકલાવી આચાર્યશ્રીએ કહેવડાવ્યું કેઃ “હે રાજન, હજી પણ તે સરસ્વતીને મુક્ત કર, તેમાં જ તારું શ્રેય છે.” આ દૂતનું અપમાન કરી તેણે કાઢી મૂકો. પરિણામે બંને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. જેમાં સાખી સૈન્ય સારું જોર બતાવ્યું. ગદંભીલનું સન્ય નાસભાગ કરવા લાગ્યું અને ગર્દભીલ પિતે પણ નગરના દરવાજા બંધ કરાવી ગઢમાં પેસી ગયો અને કાલકાચાર્યનું સૈન્ય નગર ફરતે ઘેરો કાયમ રાખી ત્યાં જ પડયું. ગદંભી વિદ્યાની સાધના–
ઉજજેનના કિલામાં ઘેરાએલ ગર્દભીલની સેનાનો એક પણ માણસ ઘણા સમય સુધી કિટલા ઉપર દેખાય નહિ અને રાજ્યગઢનું વાતાવરણ તદ્દન શાંત સમજાવા લાગ્યું.
આવા ભયંકર ઘેરાના સમયે આ જાતની શાંતિમાં કાંઈક ભયંકર કાવત્રાની ગંધ સાખી રાજાઓને દેખાઈ, જેથી તેઓએ આ રણયુદ્ધના સૂત્રધાર શ્રી આચાર્યદેવને તેનું કારણ પૂછ્યું.
શ્રી કાલકાચા જ્ઞાનના ઉપયોગથી જાણી જણાવ્યું કે “ગભીલ રાજા કિલ્લાના એક ભાગ પર ખડે પગે, મેં ફાડી ગર્દભી દેવીની સાધના કરી રહ્યો છે. જે તેને વિદ્યાની સિદ્ધિ થશે તો તે “ગદંભી' શબ્દ દેવી મદદથી મોટેથી બોલવા માંડશે. એ શબ્દો રાજાના જે જે શત્રુઓ સાંભળશે તેમને લોહીની ઉલટી થશે અને તેઓ જમીન પર પડી મૃત્યુને શરણ થશે.” - આચાર્યશ્રીને આ પ્રમાણેને ખુલાસો સાંભળી સાખી રાજાએ ગભરાટમાં પડયા. આચાર્યદેવ શ્રી કાલકાચાર્યે તેઓને શાંતિ આપી અને સૈન્યને પડાવ ત્યાંથી ઉપડાવી ઉજજેનથી પાંચ કોસ દૂર નંખાવ્યો. આ પ્રમાણે વ્યવસ્થા કર્યા બાદ સૈન્યમાંના ૧૦૮ સારામાં સારા બાણાવળી એને આચાર્યદેવે પોતાની પાસે રાખ્યા. બાદ તેઓએ ગભીલ રાજાને મેં ફાડેલ મુખે કિલ્લાના એક ભાગમાં તપશ્ચર્યા કરતે શોધી કાઢ્યો અને ગર્દભીલ રાજા કયે સમયે શબ્દ-ઉચ્ચાર કરે છે તેની તક જતા તેઓ ઊભા રહ્યા.
કિલાના બહારના ભાગમાં કિલાથી પણ ઊંચે માંચડો એવી રીતનો બાંધે કે જ્યાંથી બાણાવળીનાં બાણે બરાબર ગર્દભીલ રાજાના મેંમાં શબ્દોચ્ચાર કરતાં જ પહોંચી શકે અને તેનાથી એક પણ શબ્દનું ઉચ્ચારણ થઈ શકે નહિ. આ જાતની ૧૦૮ શબ્દવેધી બાણાવળીની ગોઠવણ કરી શ્રી કાલકાચાર્ય જાતે મોરચા ઉપર જઈ બરાબર તકસાધક તરીકે નિરીક્ષણ કરવા લાગ્યા.