________________
વીરનિર્વાણુ ૪૦૫ થી ૪૭૦ સુધીના સ ંક્ષિપ્ત ઇતિહાસ
૪૦૫
યવન, પારદ, પહલવ, ચીન, કિરાત, દરદ, ખસ, એ બધા ભ્રષ્ટ થએલા ક્ષત્રિય રાજવીએ છે. અને જે દેશમાં તેએ રહેતા તે દેશનું નામ તેમણે જાતિ તરીકે રાખ્યુ' (જુઓ મનુસ્મૃતિ. ૧૯–૪૪. પ્રાકૃતમાં ‘સહજ' (શકકુલ) અને તે જ વસ્તુ ખરાખર છે.)
""
પરદેશી ઇતિહાસકાર ફ્રાનગ્લાસનપે “ ટ્રુઅર જૈનીસ ચુસ નામના જૈન ગ્રંથમાં સિથિયન લેાકાના નાયક તરીકે શક રાજાને શહેનશાહ દર્શાવી તેમની પાસે કાલકાચા ગયા હતા એવા ઉલ્લેખ કર્યા છે. (જુએ ઉપરોક્ત ગ્રંથનુ પૃષ્ઠ ૪૩.)
આ પાર્શ્વ કુળ દેશના રાજ્ય અમલ ‘શાક' નામે શહેનશાહના હાથમાં હતા. તેમના રાજ્ય દરબારમાં શ્રી કાલકાચાર્યે જૈનાચાર્ય તરીકે જવાનું શરૂ કર્યું અને વખત જતાં તેમણે પેાતાના પ્રભાવ રાજ્યસત્તા ઉપર સુંદર રીતે જમાબ્યા, જ્યાં જ્યાતિષ નિમિત્ત આદિ વિદ્યાએથી શ્રી કાલકાચા રાજાને ચમત્કાર બતાવવા લાગ્યા. આમ ઘણા દિવસેા વ્યતીત થયા.
એક દિવસ શાહી રાજા પાસે એક દૂતે આવી એક કચાળુ, એક છરી અને એક લેખ ( પત્ર ) મૂકયા. રાજા પત્ર વાંચી સ્તબ્ધ બન્યા અને એનું મુખ શ્યામ થઈ ગયું. રાજાની આ સ્થિતિ જોઇ ત્યાં બેઠેલ શ્રી કાલકાચાર્યે કહ્યું કે: “ હે રાજન્! તમારા સ્વામીનુ ભેટછું આવ્યું છે તેને જોઇ હષ થવા જોઇએ તેના બદલે સ્તબ્ધ અને ઉદાસ કેમ થયા છે ? ” રાજાએ કહ્યું કે: “હે મહાપુરુષ ! આજે મરણરૂપ મહાભયનું કારણ મને ઉપસ્થિત થયું છે. ” કાલકાચાર્યે પૂછ્યું “ કેમ વારુ ? ” રાજાએ કહ્યું: “ અમારા વૃદ્ધ સ્વામીએ ક્રોધિત થઇ હુકમ લખ્યા છે કે આ છરીથી તમારું મસ્તક કાપી કચેાળામાં મૂકી જલ્દી અત્રે મેાકલજો. જો તેમ નહિ કરવામાં આવશે તે કુટુંબ સહિત તમારા નાશ કરવામાં આવશે.” આ પ્રમાણે મને જ નહિ પરંતુ મારા જેવા બીજા બધા “ સાખી ” રાજાને જણાવવામાં આવ્યું છે.
,,
"
કાલકાચાર્યને ધારેલ કાર્યÖસિદ્ધિ માટે આ સુયેગ જણાયા, અને તેણે રાજાને હિંમત આપી કહ્યુ કે “ તમે બધા એકત્રિત થઇ મારી સાથે ચાલા. હિંદુ દેશમાં જઇ, ઉજ્જૈનીના રાજા ગઈ ભીલના ઉચ્છેદ કરી તે રાજ્યના વિભાગ કરી તમાને સોંપીશ. ’
સૂરિશ્રીનાં વચન ઉપર વિશ્વાસ રાખી આ રાજાએ બીજા ૯૫ રાજાઓને તેડાવ્યા અને સવે એ સાથે મળી પ્રયાણ કર્યું. સિન્ધુ ઉતરી આગળ આવતાં તેઓ સારાષ્ટ્રમાં આવ્યા.
અહીં આવતાં વર્ષાકાળ આવી પહોંચ્યા. એટલે કાલકાચા ના કથન પ્રમાણે સાએ પોતપોતાના પડાવ અહીં નાંખ્યા અને ચામાસુ પૂરું થતાં સા આગળ વધ્યા. આ સમયે ઢગિરિ નજદિક આવતાં દ્રવ્ય ખૂટી ગયું. એટલે શાસનદેવીની સહાયતાથી આચાર્ય શ્રીએ સુવર્ણ - સિદ્ધિના પ્રયાગ સાધ્યા અને દ્રવ્યને લગતી અડચણ દૂર કરી. ત્યાંથી જલમાર્ગે તે લાટ દેશમાં આવ્યા, અને ખલમિત્ર તથા ભાનુમિત્રને સાથે લઇ તેઓ માળવા ઉપર ચઢાઇ લઇ ગયા.
X
X
X