SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમ્રાટું સંપ્રતિ પ્રાંતને અત્યારે મધ્ય પ્રાંત તરીકે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. આ નગરમાંથી ગગનવલ્લભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિ નિવાસ કર્યો. આ સિવાય બીજાં અનેક નગર અને શાખાનગર કહેતાં પણ તેઓએ વસાવ્યાં, અને સ્થાનની યોગ્યતા પ્રમાણે કેટલાકને જનપદે સ્થાપન કર્યો. તે જનપદેએ ત્યાં માણસોને વસાવ્યાં અને તે તે નામથી ત્યાં દેશ ગણાયા. આ સમયે ધરણે એવી મર્યાદા સ્થાપન કરી કે “કેઈપણ પુરુષે જિનેશ્વર, જિનચૈત્ય, ચરમશરીરી અને કાયોત્સર્ગે રહેલા કોઈપણ મુનિને કેઈપણ સ્થળે કેઈએ પરાભવ કરે નહિ તેમ જ ઉલ્લંઘન કરવું નહી અને જે કરશે તેને તાત્કાલિક પરાભવ કરવામાં આવશે. ” આ દેવાજ્ઞા મનુષ્ય, વિદ્યાધરે અને દેવતાઓને સરખી રીતે લાગુ પડે છે. આવી રીતને દેવદુંદુભીનો ઢંઢેરો ધરણે ભરતક્ષેત્રની ચારે દિશાયે જાહેર કરી જૈન ધર્મની મહત્તા વધારી. આ કાળથી વિદ્યાધરોની સાઠ જાતિ થઈ જેઓ વિદ્યાના મહાન ધુરંધર બન્યા અને રૂષભદેવ પ્રભુના મહાન ભક્ત બની, રૂષભદેવની મૂર્તિ પૂજા અર્થે બનાવી, તેઓએ તેને પિતાના નગરોમાં સુંદર દેવાલ બાંધી તેમાં સ્થાપિત કરી. આ રીતે વિદ્યાપતિ દેવતાઓએ પણ પ્રભુનું બહુમાન કર્યું. આ પછી આ વિદ્યારે વિદ્યાના બળે નંદીશ્વર આદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાને અર્ચન કરવા જતા, કોઈ વખતે વિદેહાદિ ક્ષેત્રમાં શ્રી અહંતનાં સમવસરણની અંદર જઈ પ્રભુની વાણુરૂપ અમૃતનું પાન કરતા, કેઈ વખતે ચારણ મુનિઓ પાસે જઈ ધર્મદેશના સાંભળતા. આ પ્રમાણે સમચિત્ત અને અક્ષીણ ભંડારને ધારણ કરનાર વિદ્યાધરોથી આવૃત થઈ ત્રણ વર્ગ(ધર્મ, અર્થ અને કામ)ને બાધ ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. આ પ્રમાણે રૂષભદેવજીનાં દીક્ષિત સમયમાં ઇંદ્ર મહારાજે રાજ્યવ્યવસ્થામાં અગ્રભાગ લઈ ધર્મોન્નતિ સારી રીતે કરી. X એક સમયે ભરત મહારાજા રાજ્યસિંહાસને બેઠા છે તે સમયે ભરદરબારમાં યમક અને સમક નામના બે પુરુષોએ આવી, ભરત મહારાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી જણાવ્યું કે-“હે દેવ ! આજે પુરિમતાલ નગરનાં શકટાસન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેવી જ રીતે સમકે ઊંચે સ્વરે કહ્યું કે-“આપણું આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ” આ સાંભળી ભરતરાય ક્ષણવાર વિચારમાં પડ્યા કે પ્રથમ મારે કેની અર્ચા કરવી? વિશ્વને અભય આપનાર પિતાજી કયાં અને મનુષ્યોને ઘાત કરનાર ચક કયાં?” એમ વિચારી પ્રથમ રૂષભસ્વામીની વંદના માટે માણસોને તૈયાર થવા આજ્ઞા કરી. યમક અને સમકને યોગ્ય રીતે સુંદર પોષાક આપી વિદાય કર્યો. પછી માતા મરુદેવા પાસે જઈ ભરત મહારાજાએ તેમને કહ્યું કે “હે દેવી ! આપે તો મારે રૂષભ જંગલમાં કેવું દુઃખ પામતે હશેવિગેરે કહી રડી રડી આંખનાં પડ ગુમાવ્યાં. આપ હમેશાં કરુણાક્ષરથી કહેતા હતા કે મારે શિક્ષાહારી અને એકાકી પુત્ર દુઃખને પાત્ર છે,
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy