________________
યુગાદિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ
૧૧
કારણ સમજાતું નથી, તે હે વિદ્યાધરો! આપ અમારા પિતાશ્રીને સમજાવી, અમેને ચોગ્ય ન્યાય અપાવે.' આ પ્રમાણે તેઓનું કહેવું સાંભળી વિદ્યાધરોએ કહ્યું કે-“હે વત્સ પ્રભુ રૂષભદેવજી આત્મકલ્યાણના માર્ગે વળ્યા છે અને તેઓ તમને કદાપિ કાળે રાજ્ય વિગેરે હવે આપી શકે નહી. તેઓ હવે આ ઉગ્ર તપશ્ચર્યાથી ટૂંક સમયમાં ક્યનાથ પદને પ્રાપ્ત થવાના છે તો તેની પાસે સાંસારિક આવી તુચ્છ માગણીઓ કરવી તે તમારા જેવા તેમના પુત્રને શોભતું નથી. તમારા જેવાઓએ તે તેમની સેવામાં રહી આત્મકલ્યાણ કરવું જોઈએ તેના બદલે તમો આ રીતે માગણું કરો એ રાજ્યકુળદીપકને શોભતું નથી, માટે અમારી વિનંતિ માન્ય કરી તો તેમને ઉગ્ર તપશ્ચર્યામાં ખલેલભૂત ન બની આત્મકલ્યાણ સાધવા દે. તેમાં જ તમારું ભૂષણ છે. જે તમને રાજ્યની ઈચ્છા હોય તો અમો પ્રભુના એક સેવક તરીકે દેવતાઈ વૈભવશાળી રાજ્ય આપવા સમર્થ છીએ તેને તમે સ્વીકાર કરે.” એમ કહી આ વિદ્યાધર દેએ બન્ને રાજકુમારને અડતાલીસ હજાર ગૈારી અને પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓ અર્પણ કરી કે જેથી આ બન્ને રાજ્યકુમાર મહાન વિદ્યાધર કહેવાયા. પછી તેઓ ભગવંતને નમન કરી, વિદ્યાના બળે પુષ્કર નામનું વિમના બનાવી, તેમાં આરૂઢ થઈ તેઓ વૈતાઢ્ય પર્વતે ગયા. પછી તે પર્વતના પ્રાંત ભાગમાં ભરતક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ વિભાગના મધ્યની સીમામાં હિમાલય પર્વતની નજદીકમાં ગંગા અને સિંધુ નદીના પ્રદેશ વચ્ચે ખંડપ્રપાતા અને તમિસા નામની બે મહાન ગુફાઓ આવેલી છે તેની દક્ષિણ શ્રેણી નમિરાજાએ પચાસ નવાં નગરો વિદ્યાના બળે બનાવ્યાં, જેનાં નામ બાહકેતુ-કુંડરીક-હરિકેતુસેતકેતુ–સપરિકેતુ-શ્રીબાહુ-શ્રીગૃહ-લહાર્બલ-અરિજયસ્વર્ગલીલા–વજાર્ગલ-વાવિકમહીસારપુર-જયપુર-સુકૃતમુખી-ચતુર્મુખી–બહુમુખી–રતા–વીરતા-આણંડલપુર-વિલાસનિપુર–અપરાજિત-કાંચદામ-સુવિનયનભાપુર-ક્ષેમંકર-સહચિહ્નપુર-કુસુમપુરી–સંજયંતિશક્રપુર-જયંતી–વૈજયંતી-વિજયાક્ષેમકરી-ચંદ્રભાસપુર–રવિભાસપુર-સણભૂતાવાસ-સુવિચિત્રમહાધપુર-ચિત્રકૂટ-ત્રિકૂટ-વૈશ્રવણકૂટ-શશિપુર રવિપુર-વિમુખીવાહિની-સુમુખી-નિત્યોદ્યોતિની અને રથનુપૂરચક્રવાલ એ પ્રમાણે રાખ્યાં. આ પચાસ નગરની મધ્યમાં આવેલ રથનુપૂરચકવાલ નગરમાં નમિકુમારે પિતાનું નિવાસસ્થાન બનાવ્યું.
ધરણંદ્રના શાસનથી તેવી જ રીતે ઉત્તર શ્રેણમાં વિનમિયે નીચે પ્રમાણે સાઠ નગર વસાવ્યાં. અર્જુની, વારુણ, વૈરિસિંહારિણી, કૈલાસવારુણ, વિઘુદ્વીપ, કિલિકિલ, ચારુચૂડામણિ, ચંદ્રભાભૂષણ, વંશવત, કુસુમરાલ, હંસગર્ભ, મેઘક, શંકર, લક્ષમીહર્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદિર, વસુમતિ, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઇંદ્રકાંત, મહાનંદન, અશોક, વીતશેક, વિશક, સુખાક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુંદ, ગગનવલ્લભ, યુવતીતિલક, અવનીતિલક, સગંધર્વ, મુક્તાહાર, અનિમિષવિષ્ટપ, અગ્નિજવાલા, ગુરુજવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિસ, વસિષ્ટાશ્રય, પ્રવિણજય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગેલેક્ષીરવરશિખર, વૈર્યક્ષભશિખર, ગિરિશિખર, ધરણી, વારુણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધર, માહેંદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર અને રત્નપુર. જે નગરવાળા