SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ પ્રથમ તીર્થં કર શ્રી ઋષભદેવ ૧૩ પણ એ દેવી માતા ! આપ મારી સાથે પધારી આપના પુત્રનુ નૈલેાકયસ્વામિત્વ નજરે જીએ, તેની સંપત્તિ જુએ. ’ એમ કહી માતાને ગજેંદ્ર ઉપર આરૂઢ કર્યા. પછી સુવર્ણ - શોભિત આભૂષણવાળા ઘેાડા, હાથી, પાયદળ અને રથા લઇ રાજ્યકુટુંબ સહિત ભરત રાજાએ પ્રયાણ કર્યું. સૈન્ય સહિત ચાલતા ભરતરાજાએ દૂરથી ઉપરના રત્નમય ગઢ જોચા, એટલે ભરતે મરુદેવા માતાને કહ્યું કે− હું માતા! જીએ આ દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીનાં ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓના આ જય જય નાદ દુરથી દેવદુંદુભી તુલ્ય મધુરા શબ્દથી આકાશમાં ગજિત થયેલેા સંભળાય છે. પ્રભુના દનાથે દેવી, દેવતાએ વિમાનમાં બેસી પ્રભુનાં સમવસરણમાં હારબંધ આવતાં દેખાય છે, જેનાં વિમાનાના મેાટા ઘુઘરીયા અવાજે આકાશને મેઘગર્જના જેવા કરી ચૂકયેા છે. ’ આ પ્રમાણે પાણીના પ્રવાહથી જેમ કાદવ ધાવાઇ જાય તેમ ભરતનું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલ છે આનંદાશ્રુ જેને એવાં મરુદેવી માતાની દૃષ્ટિમાં વળેલાં પડળ ધાવાઇ ગયાં એટલે પાતાના પુત્રની અતિશય સહિત તીથ કરપણાની લક્ષ્મી માતાએ પાતાનાં નેત્રાવડ જોઇ. તેનાં દર્શનથી થયેલાં આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયા. તત્કાળ સમકાળે અપૂર્વકરણનાં ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ, અષ્ટકને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત થયાં. તે વખતે તેમનું આયુષ્ય પણ પૂર્ણ થવાથી અંતકૃતકેવળી થઇ સ્વામિની મરુદેવા હસ્તીસ્કંધ ઉપર જ મેાક્ષપદને પામ્યાં. આ અવસ`ણીમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયા. તેમના શરીરના સત્કાર કરી દેવતાઓએ તેને ક્ષીરસમુદ્રમાં નિક્ષિપ્ત કર્યું. ત્યારથી આ લેાકમાં મૃતક શરીરની પૂજા-પ્રવૃત્તિ ચાલુ થઈ, કેમકે મહાત્માઓ જે કરે તે આચાર માટે જ કપાય છે. પછી રાજ્યચિહ્નાને ત્યાગ કરી પારવાર સહિત પગે ચાલતા ભરતરાજા ઉત્તરદિશાનાં દ્વારથી સમવસરણમાં પરિવાર સહિત પ્રવેશ્યા ત્યારે દેવતાએથી વીંટળાઇ રહેલા પ્રભુને ભરતેશ્વરે જોયા. પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી અંજલી જોડી તેમણે પ્રભુની સ્તુાત કરી. પ્રભુએ પાતાની પ્રથમ દેશના અહીં આપી જેના પરિણામે અનેક જાતના રાજ્યપુરુષાએ લઘુકર્મ વાળા જીવા તરીકે અનેક જાતનાં વ્રતેા લીધાં. જેમાં ભરતના પુત્ર મિરચીચે પણ વ્રત લીધું કે જે મરીચિના જીવ ચાથા આરાના અંતિમ ચાવીશમા તી'કર તરીકે ઉચ્ચ કેાટીને પામવાના હતા. આ સમયે બ્રાહ્મી અને સુંદરી આદિ રાજદુહિતાએએ પણ વ્રત લીધાં. આ રીતે પ્રભુની પ્રથમ દેશના ફળદ્રૂપ નીવડી, જેમાં ગામુખ નામે યક્ષ ઉત્પન્ન થતા પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક બન્યા. તેવી રીતે પ્રભુના તી'માં તેમની પાસે રહેનારી ગરુડવાહિની ચક્રેશ્વરી દેવી શાસનદેવી બની. તે દેવીની ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, માણુ, ચક્ર અને પાશ હતાં; ડાબી બાજુની ચાર ભુજાએામાં ધનુષ, વજ અને ચક્રા હતાં. આ પ્રમાણે કેવળજ્ઞાની પ્રભુનાં શાસનરક્ષક દેવતાઓએ પેાતાનું સ્થાન સભાળી લીધું. બાદ ચેાગ્યકાળે પ્રભુ નિર્વાણપદ પામી, અષ્ટાપદે મેાક્ષે જઇ પ્રથમ તીર્થંકરપદને પ્રાપ્ત થયા. == ..
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy