________________
૩૮૨ ,
સમ્રાટ સંપ્રતિ આટલું કહી સાધુસંધને તેણે મુક્ત કર્યો અને તે સાધુસંઘ પણ રાજગૃહીને ત્યાગ કરી તુરત જ અન્ય દેશ તરફ ચાલ્યા ગયા. મહારાજા પુષ્યમિત્રને દેવી મદદ–
મહારાજા પુષ્યમિત્રે સનાતન ધર્મના મૂળ મજબૂત કરવા માટે બોદ્ધ અને જૈનશાસનના વિનાશ અર્થે તેમજ શાસનરક્ષક દેવી દેવતાઓની શક્તિને પરાજય કરવા એક બલાટય યક્ષની સાધના કરી, જેના ગે તે રાજગૃહીમાં મહારાજા ધર્મગુરૂનું ખૂન કર્યા બાદ જેનસાધુઓને હદ ઉપરાંત હેરાન કરવા લાગ્યા. વળી મંદિરની પ્રાચીન જૈનપ્રતિમાઓનું ખંડન કરવાનું શરૂ કર્યું. એક દિવસ એક મંદિરમાં રહેલ પ્રતિમાનું ખંડન કરવા જતાં ત્યાં તેને ભયંકર રીતે આઘાત પહોંચવાથી આ કાર્ય તેને મનુષ્યશક્તિની બહારનું જણાયું. એટલે તેણે પિતાના સાધેલ યક્ષને તેનું કારણ પૂછ્યું. એણે પણ પિતાની અશક્તિ દર્શાવી કોઇક દેશમાં રહેતા બળવાન, શક્તિશાળી દૃષ્ટવિનાશી યક્ષની સાધના કરવા તેને કહ્યું. એટલે દંષ્ટ્રાવિનાશી યક્ષની સાધના અર્થે તે કોઇક દેશ તરફ ગયે. ત્યાં જઈ તેણે મહામુશીબતે યક્ષને પ્રસન્ન કર્યો અને પિતાના કાર્યમાં મદદ કરવા કહ્યું. તે સમયે આ દંષ્ટ્રાવિનાશી યક્ષે વિચાર કર્યો કે “આ રાજવી ભગવાનના શાસનનો નાશ કરવા મારી મદદ માંગી રહ્યો છે, પરંતુ મારું તે ખાસ “પણ” છે કે મારાથી કોઈનું પણ અહિત ન થઈ શકે તે આવું વિનાશક કાર્ય મારાથી શી રીતે થઈ શકે?” આ યક્ષ પ્રભુશાસનની રક્ષામાં માન ધરાવતા હોવાને અંગે તેણે પિતાનું બળ મજબૂત કરવા માટે આ સમયે કુમીસેન નામના એક બળવાન યક્ષને પિતાની પુત્રી પરણાવી પિતાને પક્ષ સુદઢ કર્યો અને પુષ્યમિત્રને દાદ આપી નહિ. મહારાજા પુષ્યમિત્ર મુનિહંત બને છે–
પુરાણમાં ભાખેલ નીચેની ભવિષ્યવાણી આ કાળે પુષ્યમિત્ર રાજાને અંગે સિદ્ધ થતી માલુમ પડે છે. પુરાણકારો કહે છે કે “ કલિક પાખંડીઓ કહેતાં અન્ય દર્શનિક સાધુઓને નાશ કરશે.” જેને પણ કહે છે કે “કલિક જબરજસ્તીથી સાધુઓને વેશ ઉતરાવી લેશે અને સાધુઓને પીડાકારક થશે.” તે જ પ્રમાણે બદ્ધોએ પણ પિકારીને કહ્યું છે કે
પુષ્યમિત્રે બદ્ધધર્મને નષ્ટ કરવાનો સંકલ્પ કરી બોદ્ધમઠો તથા સાધુઓને નાશ કર્યો હતો.” આ હકીક્તને લગતે દિવ્યાવદાનને પાઠ અમે રજૂ કરી ગયા છીએ.
આ ત્રણે મતનું ભિન્ન ભિન્ન પરંતુ એક જ વસ્તુનું પ્રતિપાદન કરનારું વર્ણન જોઈ તેમજ મહારાજા પુષ્યમિત્રે વેદાંત ધર્મના પ્રચાર અર્થે આદરેલ રાજ્યનીતિનું પૃથક્કરણ કરતાં સ્પષ્ટ રીતે સમજાઈ આવે છે કે શ્રાદ્ધ અને જૈનધર્મને આ કાળે અતિશય કચ્છ સહન કરવું પડયું હતું.