SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા પુષ્પમિત્ર જિનમંદિરોના વિનાશાથે રાજ્યગ્રહી તરફ ૩૮. મહારાજા પુષ્યમિત્રને ભગવાનના શાસનના વિ છેદ અથે એક બળવાન યક્ષની મદદ મળવાથી તે ખુબ ધર્મઝનની બન્યું હતું. કુર્કુટરામના મહાન મઠને નાશ કર્યા બાદ મગધથી લગાવી પંજાબ સુધીના સેંકડે બદ્ધવિહારનો નાશ કરી બૈદ્ધભિક્ષુકે અને બાહધર્માનુયાયીઓને પૂર્વહિંદના માર્ગે ચીન સુધી દેશવટે આપવામાં તે સમર્થ થયે. બાદ તેણે પડો વગડાવી આખા સામ્રાજ્યમાં જાહેર કર્યું કે “જે કોઈ શ્રમણ કહેતાં સાધુનું મસ્તક મને લાવી આપશે તેને હું એક સે સુવર્ણ મહેરનું ઈનામ આપીશ.” સાથોસાથ તેણે મગધમાં અશ્વમેધ યજ્ઞ કરવાની પણ જાહેરાત કરી. સુવર્ણમહારના લોભથી લલચાઈ રાજ્યદરબારે સેંકડો શ્રમણોનાં મસ્તકે આવવા ચાલુ થયાં. આમ થવાથી સાધુઓને શાસનરક્ષાની ફિકર થઈ પડી અને મગધના જેનસંઘે એકત્રિત થઈ આ ભયંકર અપકૃત્યથી છંછેડાઈ શાસનરક્ષા અર્થે તેમજ મુનિ મહારાજોની જીવનરક્ષા અથે મગધની સરહદ નજદિક મથુરા ઉપર ચઢી આવેલ મહારાજા ખારવેલ કે જે ચુસ્ત જૈનધમી હતું તેને જેનધર્મની રક્ષા કરવા અને પિતાને મદદ કરવા આગ્રહભરી વિનંતિ કરી. પરિણામે કલિંગપતિ વીર ખારવેલે મથુરાને ઘેરે ઉપાડી લઈ મગધ ઉપર ચઢાઈ કરી અને મહારાજા પુષ્યમિત્રને હરાવી જેનધર્મ અને સાધુઓની રક્ષા કરી. આ હકીકતને નીચેના શિલાલેખ દ્વારા પણ પુષ્ટિ મળી રહે છે. ___“अठमे च वसे महता सेना....मीरधगिरि-घातापयिता राजगहं उपपीडापयति । एतिनं च,-कंमापदान-संनादेन संवित-सेनवाहनो विपमुंचितु मथुरं अफ्यातो यवनराज લિખિતા....” ભાવાર્થ –રાજ્યાભિષેકના આઠમા વર્ષે મૈર્ય રાજા ધર્મગુપ્ત( બ્રહદર્થ )ને મારી પુષ્યમિત્રે રાજ્યગૃહમાં તેફાન મચાવ્યું હતું. એ હકીકત સાંભળી સેનાથી ઘેરેલ મથુરાને છોડી રાજા ખારવેલ બૃહસ્પતિ(પુષ્ય)મિત્રને શિક્ષા દેવા અર્થે રાજગૃહી ઉપર ચઢી આવ્યો.” આ લડાઈમાં પુષ્યમિત્ર હાર્યો અને કેદ પકડાયો. પછી પિતાના રાજ્યની સલામતી ખાતર તેણે ફરજિયાત સંધી કરી. સંધીની શરતમાં મહારાજા ખારવેલે લખાવી લીધું કે “હવેથી ધર્મષના અંગે જેનમૂર્તિઓનું ખંડન તેણે કરવું નહિ તેમજ જેનસાધુઓને જરા પણ હેરાનગતિ પહોંચાડવી નહિ. એટલું જ નહિ પરંતુ જૈન ધર્મપાલક પ્રજાને તેણે જરા પણ કનડગત કરવી નહિ. તેમજ જૈનમંદિરોના રક્ષણાર્થે મળતો રાજ્યાશ્રય કાયમ રાખ.” આ પ્રમાણેની સંધી કરી મહારાજા ખારવેલ હાલ નૃપતિ પુષ્યમિત્રને ગાદી ઉપરથી ઉઠાડી ન મૂકતાં તેની પાસેથી પુષ્કળ ધન, સામગ્રી લઈ કર્લિંગ તરફ પાછો ફર્યો. ભાગ્યે જ થોડાંક વર્ષો શાંતિમાં ગયાં હશે તેવામાં તે મહારાજા પુષ્યમિત્રે પુઃ જેસાધુઓના ઘાતનું કાર્ય હાથ ધર્યું, અને જૈનપ્રતિમાઓનું ખંડન કાર્ય ચાલુ કરવા તેણે
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy