________________
પ્રકરણ ૨ જુ.
મહારાજા પુષ્યમિત્ર જિનમંદિરના વિવાર અર્થે રાજ્યગ્રહી તરફ
આ સમયે મગધ સામ્રાજ્યની પિટગાદી તરીકે રાજ્યગૃહી નગરી ઉપર મૈર્યવંશી ધર્મગુપ્ત નામે રાજા રાજ્ય કરતો હતો. આ નગરી જૈનમંદિરો માટે, જેનધર્મના પ્રાચીન ધર્મસ્થાન તરીકે, તેમજ સાધુ સંપ્રદાયના નિવાસસ્થાન માટે અતિશય પ્રસિદ્ધિને પામી હતી. આ નગરીને પ્રભુ મહાવીરે ધર્મપ્રચારનું કેન્દ્રસ્થાન બનાવી ત્યાં ચેદ ચાતુર્માસ ક્ય હતા. તેવી જ રીતે ગૌતમબુદ્ધ પણ અહીંથી જ બૌદ્ધ ધર્મના પ્રચારને પગભર કર્યો હતે.
આ રાજગૃહીના જગવિખ્યાત જૈનમંદિરોનો નાશ કરવા તેમ જ તેની રાજ્યગાદી હસ્તગત કરવા પુષ્યમિત્રે રાજ્યગ્રહી ઉપર ચઢાઈ કરી, અને ધર્મગુપ્ત રાજા જે જૈનધર્મ પાળતે હતે તેને તેણે વિનાશ કર્યો અને ધર્મઝનુનની ખૂબ ધૂન મચાવી. બાદ ધર્મઝનૂની પુષ્યમિત્ર દેવમંદિરોમાંની મૂર્તિઓનું ખંડન કરવા લાગે એટલું જ નહિ પણ સાધુ મુનિમહારાજેને પણ અતિશય વિન કરવા લાગ્યો. એક સમયે શ્રમણ સંઘના એક સમુદાયને તેણે એકત્રિત કરી એક મહેલમાં પૂરી દીધા અને તેમની પાસેથી દ્રવ્યની માગણી કરી ત્યારે સાધુઓએ કહ્યું કે “અમો ત્યાગીઓ સુવર્ણ રહિત છીએ, તેથી અમારી કઈ ચીજ તમને કામ આવી શકે? અમે કઈ રીતે દંડ આપી શકીએ?” આટલું કહેવા છતાં રાજાએ તેઓને છોડ્યા નહિ અને ઘણા દિવસ સુધી તેઓને ભૂખ્યા અને તરસ્યા પૂરી રાખ્યા. આવું તેનું કુકર્મ જોઈ નગરદેવતાએ પ્રગટ થઈને કહ્યું કે “રાજન ! સાધુસંઘને હેરાન કરી તેના પરિણામે તારા મરણની જલ્દી તૈયારી તું શા માટે કરે છે? જરા ધીરજ ધર, તારી અનીતિનું પરિણામ તારા માટે તૈયાર જ છે.”
નગરદેવતાની આ જાતની ધમકીની રાજાને અસર થઈ અને તેણે શ્રમણસંઘ સન્મુખ જઈ વંદન કરી કહ્યું: “હે ભગવંત! દેવકપની શાંતિ અર્થે હું આપની કૃપા યાચું છું.”