________________
અહિત કલકીપ રાજા પુષ્પમિત્ર અથવા બૃહસ્પતિમિત્ર એણે ધર્મઝનનથી પ્રેરાઈ રાજા બૃહદાર્થનું ખૂન કર્યું અને મગધની રાજ્યગાદી હસ્તગત કરી. આ ઘટના ઈ. સ. પૂર્વે ૧૫૬ એટલે વીર નિર્વાણ સંવત ૩૭૦ માં બની હતી. - આ કાળ સુધી જે કે ભારતમાં જૈનધર્મે પિતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું છતાં સનાતની મંદિરો તથા સાધુ-સંતેને જરા પણ હેરાનગતિ પહોંચાડી હતી નહિં; કારણ કે જનસાધુઓ આત્મપરાયણ હોવાથી ધર્મઝનુનથી દૂર જ રહ્યા હતા. મૈર્ય રાજાઓ જેને હોવા છતાં સાઠ હજાર બ્રાહ્મણોને નિયમિત ભેજન આપતા હતા. આ બ્રહ્મજનની શરૂઆત મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યકાળથી જ પંડિત ચાણુયે ચાલુ કરાવી હતી અને તે સમ્રાટું અશકની રાજ્યકાળ સુધી ચાલુ રહી.
જે કે મહારાજા ચંદ્રગુપ્ત ચુસ્ત જૈન હતું છતાં તે પ્રણાલિકા તેણે પિષી હતી. આ સંબંધમાં પંડિત ચાણક્ય પોતાના અર્થશાસ્ત્રમાં જણાવે છે કે “મૌર્ય ચંદ્રગુપ્ત કટ્ટર જેન હતું અને જેનમંદિરે તરફ એની અખૂટ ભક્તિ હતી. ૮૦ કરોડ સોનૈયાના ખર્ચથી એણે દેવમંદિરે બાંધ્યાં હતાં. એના સમયમાં કોઈ શખ દેવમંદિરની આશાતના તો શું પણ તેની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતો તો તે બોલનાર દંડને પાત્ર થતું અને તેને સજા પણ થતી.” જુઓ, આ વાકય–ગોરાવરૈત્યાનાં સમરંમતિ (કૌટિલ્ય અર્થ શાસ્ત્ર, ખંડ ૩ જે, પ્રકરણ ૧૮ મું.)
આ પ્રમાણે જિન ધર્મના ચુસ્ત મર્યવંશી રાજવીઓએ પણ બ્રાહ્મણભાષ્ય સમાજ પરત્વે ઉચ્ચ કેટીનું માન ધરાવી નિયમિત બ્રહ્યાજનના અંગે ગામેગામ અન્નક્ષેત્ર ચાલુ કર્યા હતાં કે જેને ૬૦,૦૦૦ બ્રાહ્મણે લાભ લેતા હતા.
બ્રહ્મજનના અન્નક્ષેત્રની ઉત્પત્તિનું રહસ્ય –
આ બ્રહ્મજનના રહસ્ય વિષે વિચાર કરતાં જાણવા મળે છે કે પ્રભુ શ્રી મહાવીરના સમયમાં દીક્ષિત થએલ સાધુઓને ૧૪,૦૦૦ ને સંપ્રદાય હતો, જેમાંથી લગભગ ૯,૦૦૦ ઉપરાંતની સંખ્યા દ્વિજ જાતિની હતી. વેદાન્તવાદી બ્રાહ્મણભાની સંખ્યા લગભગ ૬૦,૦૦૦ જેટલી હતી કે જેઓને નિર્વાહ રાજ્યાશ્રયથી, ભિક્ષાવૃત્તિથી યા ધર્મોપદેશ કરવાથી થતો હતે. જૈનધર્મ રાષ્ટ્રધર્મ બનવાથી અને આત્મહિતાથી વેદાંતવાદી પંડિત ઉપરાઉપરી જેનધર્મમાં દીક્ષિત થવાથી અન્ય વેદાંતી પંડિતેને જૈનધર્મના પ્રચારને અંગે આશ્રય મળે લગભગ બંધ થયે, જેથી તેઓએ પોતાની સ્થિતિનું સ્પષ્ટીકરણ પંડિત ચાણકય સમક્ષ કર્યું. પંડિત ચાણકયે આ બ્રાહ્મણવિદ્વાનેને આશ્વાસન આપી તેઓ માટે રાજ્ય તરફથી અન્નક્ષેત્ર ચાલુ કરાવ્યાં, કે જેનો લાભ તેઓ વિનાસંકેચે લેવા લાગ્યા. આ પ્રમાણે આ અન્નક્ષેત્રો મહારાજા ચંદ્રગુપ્તથી મહારાજા અશોકના સમય સુધી
૪૮