SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રા સંપ્રતિ અને સાથોસાથ પિતાના ૪,૪૦૦ જેટલા યજ્ઞપારંગત કર્મકાંડી શિષ્યને જેનષમાં સાધુઓ બનાવ્યા હતા. ત્યારબાદ પ્રભુ મહાવીરના વિહાર અને વીરતાભરેલ ઉપદેશને પરિણામે ૧૪૦૦૦ સાધુએ જેનધર્મની ગોરવતા વધારનાર થયા જેમાંને ઘણે મોટે ભાગ પણ વેદાંતવાદી પંડિતેને જ હતે. પ્રભુ મહાવીરની પૂર્વે જૈનધર્મમાં દીક્ષા લેનાર બુદ્ધકીર્તિ નામે જૈનમુનિ કે જેઓ પાછળથી બદ્ધ ધર્મના સ્થાપક બન્યા હતા તેઓએ પણ આ યજ્ઞાદિ ક્રિયા પર ઝુંબેશ ઉઠાવી હતી. પાછળથી તેઓએ માંસાહારી ધર્મ(બેહ ધર્મ)ની સ્થાપના કરી હતી અને માંસાહારને અંગે “મરેલાં પ્રાણીઓનું માંસ ખાવામાં પાપ નથી” એ સિદ્ધાંત પ્રરૂપે હતે. બાકીનાં મહાત્ર જેનધર્મને મળતાં જ હતાં અને તેઓને પ્રતિબંધ પણ તે જ પ્રમાણે હતે. ગૃહત્યાગ કર્યા પછી મૈતમબુદ્ધનું પ્રથમ યશસ્વી કાર્ય એ હતું કે “ ત્યાગી રાજકુમાર તરીકે તેમણે રાજગૃહીની રાજ્યગાદી ઉપર બિરાજમાન થએલ રાજા બિંબિસાર ઉકે શ્રેણિક મહારાજાના દરબારમાં જઈ, રાજ્યાભિષેક નિમિત્તે થતા ભયંકર પયજ્ઞને વિરોધ કરી, યુક્તિપૂર્વક ઉપદેશ આપી તે ભયંકર રાજયઝ બંધ કરાવ્યો હતો. ત્યારબાદ ભારતના રાજવીઓ પ્રભુ મહાવીર અને તત્પશ્ચાતના જૈનપ્રભાવિક સચ્ચારિત્રશીલ સૂરીશ્વરના ઉપદેશ અને સમાગમથી જૈનધર્માનુરાગી બન્યા અને જેનધર્મ ભારતમાં રાષ્ટ્રધર્મ તરીકે પોતાને વિજયધ્વજ ફરકાવ્ય. જગતમાં “ચઢતી અને પડતી” ની ઘટના દરેકના માટે નિર્માણ થએલી વસ્તુ છે તે પ્રમાણે આ સમયે પણ બન્યું. મગધ સામ્રાજ્યના રાજવીઓના કેટુંબિક કલેશને લાભ વેદાંતવાઢી સમાજે લીધે અને સનાતન ધર્મના પુનરુદ્ધાર માટે શામ, દામ અને ભેદની રાજ્યનીતિને આશરે લીધે. રાજ્યદરબારમાં રાજ્યપુરહિત તરીકે સારું માન ધરાવતા “પુષ્યધામ” નામે પુરોહિતને છાણાસમાજે વેદાંત ધર્મના પ્રચારનું કાર્ય જેસભેર કરવા અને આ આવેલી તકને લાભ લેવા સૂચવ્યું. પરિણામે ગુપ્ત યૂહરચનાઓ ચારે દિશાએ ચાલુ થઈ. મુખ્યધર્મ પુરેહિતનો પુત્ર “પુષ્યમિત્ર” મગધના લશ્કરને મુખ્ય સેનાધિપતિ હતે એટલે તેના કાબૂમાં આખું લશકર હતું. પુરોહિત પુષ્યધર્માના કુટુંબમાં થતી ધાર્મિક ચર્ચાની અસર તેના પુત્રની રગેરગમાં વ્યાપેલી જ હતી, જેથી તેને ધર્મઝનન પ્રગટયું. એક તો એ પતે શરવીર હતું અને બીજું સમસ્ત લશ્કર એના તાબામાં હતું તેથી તક જોઈ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy