________________
સમ્રા સંપ્રતિ બળવાની શાંતિ અર્થે ગયો અને તે શાંતિનાં એઠાં નીચે પંજાબમાં જ સવતંત્ર રાજ્ય જમાવી ત્યાં રહ્યા. બાદ ઈ. સ. પૂર્વે ૧૮૮ માં મહારાજા દશરથનું અતિ વયોવૃદ્ધ અવસ્થાએ મૃત્યુ થતાં શાલીસુકને મગધની રાજ્યગાદી પ્રાપ્ત થઈ એટલે સમ્રા સંપ્રતિનો યુવરાજ વૃષભસેન પંજાબથી અવન્તી પાછો ફર્યો અને અવનીપતિ તરીકે અવન્તીની ગાદી સંભાળી લીધી.
- આ પ્રમાણે મગધ સામ્રાજ્યમાં રાજવીપદને અંગે કલહ ઉદ્દભવવા અને શમવા લાગ્યા પણ તેનું સારું પરિણામ ન જ આવ્યું. આ આંતરિક કલેશ, કુસંપ અને નિર્બળતાની માહિતી પશ્ચિમેત્તર પ્રદેશ સુધી પહોંચી, જેને લાભ પરદેશી રાજ્યસત્તાઓએ લેવા માંડ્યો. મગધ સામ્રાજ્યને તાબે રહેતા કેટલાક ખંડિયા રાજાઓ પણ સ્વતંત્ર બન્યા, અને ત્યાં જેનું જેર ફાવ્યું ત્યાંના મુલકે લશ્કરી બળે અને શામ, દામ અને ભેદની રાજનીતિએ પચાવતા ગયા. આવી રીતે ફાલેલ-ફૂલેલ મગધ સામ્રાજ્યનો સમ્રા સંપ્રતિના સ્વર્ગવાસ બાદ માત્ર ૪૭ વર્ષમાં જ એ તે કરુણ અંત આવ્યો કે તેના છેલ્લા મહારાજા બૃહદાર્થનું તેના સેનાપતિ પુષ્યમિત્રે ધર્મઝનૂન અને રાજ્યભથી પ્રેરાઈ ખૂન કર્યું અને રાજ્યગાદી પ્રાપ્ત કરી. “ નામ તેને નાશ” એ કહેવત અનુસાર મગધ સામ્રાજ્યનો કરુણ અંત આવ્યે. પતનને લગત ઈતિહાસ અમે હવે પછીના પ્રકરણમાં રજૂ કરીએ છીએ.