________________
પ્રકરણ ૨ જુ.
મહારાજા દશરથને મૈર્યસમ્રાટ તરીકે રાજ્યામલ.
ઈ. સ. પૂર્વે ૨૦૩ થી ૧૮૮ ૧૫ વર્ષ. મગધ સામ્રાજ્યની ગાદી ઉપર પાંચમા સમ્રા તરીકે વયોવૃદ્ધ મહારાજા દશરથ આવ્યા કે જેણે મગધના પ્રતિનિધિ તરીકે મગધ સામ્રાજયને વહીવટ ૫૪ વર્ષ સુધી તે ભેગા હતે. સમ્રા સંપ્રતિને સ્વર્ગવાસ થતાં રાજ્યના હકદાર તરીકે તેમને મગધ સામ્રાજ્યની ગાદી મળી હતી.
આ મહારાજાની વયેવૃદ્ધાવસ્થાને લાભ લઈ કલિંગ જેવો બળવાન પ્રાંત ચેતરાજ નામે કલિંગપતિ( તેના રાજ્યામલ દરમિયાનમાં )ની કુનેહથી સ્વતંત્ર થયો અને કલિંગ પ્રાંતે પુનઃ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. આ હકીક્તની અગેને એક શિલાલેખ હાથીગુફામાંથી નીચે પ્રમાણે મળી આવે છે –
"नमो अरहन्तानम् । नमो सवसिधानम् । ऐरेन महाराजेन महामेघवाहनेन वेतराजवसवधनेन पसथ-सुभलखनेन चतुरंतलुठितगुणोपहितेन कलिंगाधिपतिना सिरि / હેન ? ”
(પંડિત સુખલાલજીદ્વારા સંધિત શિલાલેખ, પંક્તિ ૧.) કલિંગની ગાદી ઉપર ત્યારપછી ત્રીજે મહાબળવાન ખારવેલ નામે રાજા થયો કે જે જૈનધર્મનો મહાન ઉપાસક હતો. તેણે કલિંગની હાથીગુફાની ટેકરીઓમાં શિલાલેખ કેતરાવનાર રાજવી તરીકે સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
કલિંગ દેશમાં આવેલ ખંડગિરિ અને ઉદયગિરિની પ્રાચીન ઐતિહાસિક ગુફાઓના પ્રાચીન શિલાલેખોની હારમાળાઓનું ઈતિહાસવેત્તાઓએ સંશોધન કરી ખાત્રીલાયક