________________
३६४
સમ્રાટું સંપ્રતિ. ચિતેડગઢ ગિરનાર, સિદ્ધાચલ (શત્રુંજય), પાલણપુર, પ્રભાસપાટણ, કર્ણાવતી, ત્રંબાવતી અને ગોધરા થઈ “લક્ષમણપુર” (લક્ષમણ) આવેલ. અહીંના જૈન સંઘે તેનું સુંદર સ્વાગત કર્યું હતું. આ સંઘ અહીંથી પાછો માંડવગઢ ગયો હતો. આ ઝાંઝણ કુમારને જન્મ અલીરાજપુર સ્ટેટના નાનપુર ગામના દેદાશા નામે એસવાળના પુત્ર પેથડકુમારને ત્યાં થયા હતા. પાછળથી પેથડકુમાર માંડવગઢના મંત્રી બન્યા હતા.
આ સંઘમાં લગભગ અઢી લાખ યાત્રાળુઓ હતા. સંઘની નિમંત્રણ પત્રિકાઓ દેશદેશાવરમાં મોકલવામાં આવી હતી. સંઘમાં બાર દહેરાસરે, બાર હજાર ગાડાં અને બાર સંઘપતિઓ હતા. પચાસ હજાર પિઠીયાઓ હતા. તંબુઓ વિગેરે સામાન ઉપાડવા માટે ૧૨૦૦ ખચ્ચર તથા ઊંટે હતાં. સંઘની રક્ષા માટે માંડવગઢના રાજાએ “ખેલ’ નામના મંત્રીને તથા “સીધન” નામના સેનાપતિને બે હજાર ઘેડેસ્વાર અને એક હજાર સૈનિકો સાથે મોકલ્યા હતા. જે સમયે અતિ ધામધુમપૂર્વક આ સંઘ લક્ષમણીની યાત્રાએ આવી પહોંચે તે સમયે તેમાં સાત લાખ માણસ હતા. આ પ્રમાણે આવા મોટા સંઘની સુંદર વ્યવસ્થા લક્ષમણીના સંઘે કરેલી.
સુજ્ઞ વાચક, ઉપરોક્ત લખાણમાં લક્ષમણીના મહાજને વિ.સં. ૧૩૪૭માં યાત્રાએ આવેલ સંઘની વ્યવસ્થા કર્યાની હકીકત જાણ છતાં તે સમયે અહીં શ્રાવકોનાં ઘર કેટલાં હતાં, દેવમંદિરે કેટલાં હતાં, આ શહેર કેવું હતું વિગેરે સંશોધનની જરૂરિઆત જણાઈ. જેના અંગે તપાસ કરતાં મુનિશ્રી જયાનંદરચિત “નિમાડ પ્રવાસ ગીતિકા” નામના ગ્રંથમાં વિ. સં. ૧૪ર૭ ની સાલને એક લેખ લક્ષમણની યાત્રાની નેંધને લગતે મળી આવ્યું. જેમાં જણાવ્યું છે કે “વિક્રમ સંવત ૧૪ર૭ માં માગસર વદ ત્રીજના દિવસે મેં અહીંની યાત્રા કરી છે. તે વખતે લક્ષમણીપુરમાં ૧૦૧ દેરાસરો હતાં, બે હજાર શ્રાવકોનાં ઘરો હતાં કે જે શ્રાવકો શ્રમ પાસક, ધનધાન્ય અને કનકના ભંડારોથી ભરપૂર અને સમૃદ્ધિશાળી હતા.”
પિથડકુમારે લક્ષમણ તીર્થમાં એક દેહરાસર બંધાવેલું છે કે જે દેહરાસર એણે માળવામાં બંધાવેલ ચોર્યાસી દેહરાસરો પૈકીનું એક છે.
આ પ્રમાણે વિક્રમ સંવત ૧૪૭ સુધી માળવાની પ્રાચીન તીર્થભૂમિ તેમજ તીર્થ મંદિરો આબાદીમાં હતાં નામ તેને નાશ --
પંદરમી સદીથી સત્તરમી સદી સુધીમાં મુસ્લીમ રાજ્યકર્તાઓના ધર્મઝનુનને લઈ દિલ્હીથી-ગુજરાત અને કાઠિયાવાડ સુધીના દેવાલ તેમજ પ્રતિમાઓનાં ખંડન થયેલાં જેમાં ધર્મભૂમિ માળવાનું એવી રીતે તે છેદન (નાશ) થયું છે કે ત્યાંના ધર્મપ્રેમી મહાજને લેહીનાં છેવટનાં ટીપાં સુધી ધર્મનું રક્ષણ કરી, પ્રભાવશાળી પ્રતિમાઓને ભૂમિમાં ભંડારી ધર્મની ગેરવતા સાચવી હતી.