SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ્ સ'પ્રતિની સાબિતીના દાનિક પુરાવા : શ્રી લક્ષ્મણી તીર્થં ૩૬૩ ઉપર માગધી અને પાલી ભાષાના શિલાલેખા કાતરેલા દેખાયા, તેમજ બાવન જિનાલયના ખંડિયેરની ખુરસીઓ પણુ દેખાઇ. આ સ્થળે પ્રાચીન કાળમાં એક ભવ્ય શહેર હાય એવુ અમાને ખ'ડિચેરા ઉપરથી દેખાયું. આ ઉપરાંત સનાતન ધર્મની કેટલીક પ્રાચીન ખ'ડિત પ્રતિમાઓ પણ અમારી નજરે ચઢી, જેમાં શ્રી હનુમાનજીની એક ભવ્ય ખ’ડિત પ્રતિમા તથા રાધાકૃષ્ણની પણ એક પાષાણુમાં કાતરેલી પ્રતિમા હતી. એ સિવાય એક વાવમાં ઉત્તમ નકશીકામવાળુ ભેાંયરું' અમાને દેખાયું કે જે ભોંયરાનાં સ ંશોધનની ખાસ જરૂરિયાત છે. તેવી જ રીતે અહીં એક બીજી ઊંડી વાવ માટીવડે પૂરેલી દેખાઇ. આ સિવાય અહીંના ભીલ્લો પાસે તપાસ કરતાં જણાયું કે આવી પ્રાચીન મૂર્તિ તા આખાયે માળવાના ખેતરામાંથી મળી આવે તેમ છે. તેમાંના વૃદ્ધોએ અમેાને જણાવ્યું કે અમારી માહિતી પ્રમાણે મુસ્લીમ રાજ્યામલ અગાઉ માળવામાં તે પાંચ પાંચ ગાઉના અતરે આવાં મંદિરાની હારમાળા હતી. આ તીર્થના સ ંશોધનને અંગે અમેાએ અલીરાજપુર શહેરમાં પણ ભ્રમણ કર્યું. ત્યાંથી અમાને માહિતી મળી કે આ શહેર આ સ્થળે લગભગ ૧૫૦ વર્ષ થી મહાદેવના મંદિરના કારણે વસ્યું છે. અલીરાજપુર નરેશના પૂર્વજો અહીં નિત્ય મહાદેવનાં દર્શને આવતા હતા. તેમણે દૈવી આજ્ઞા પ્રમાણે આજનુ અલીરાજપુર શહેર વસાવ્યું છે કે જ્યાં પૂર્વે ફ્ક્ત જંગલ અને મહાદેવનુ મંદિર હતું. આ શહેર અને રાજ્યમહેલ આદિના બાંધકામમાં લક્ષ્મણીના ખંડિયેરાના પત્થરાના છૂટથી ઉપયોગ કરવામાં આવ્યેા હતા. સેંકડા ઘરેામાં આ કારણીવાળા પત્થર ત્યાંસુધી વપરાયા કે તેની માત્ર નિશાનીએ જ ખડિયેર તરીકે કાયમ રહી. આ પ્રમાણે લક્ષ્મણીના વપરાએલા પત્થરા અમાને બતાવવામાં આવ્યા, જે ઉપરથી અમારી માન્યતા વધુ દૃઢ થઈ કે આ તીર્થ સૈા રાજકાળ દરમિયાન પૂર્ણ ઉદયને પામેલું, સમૃદ્ધિવાન અને વિશાળ ઘેરાવાવાળું હાવુ જોઇએ, કે જ્યાં એછામાં ઓછાં સા મદિશ હાવાં જોઈએ. તેવી જ રીતે અહીંની ( માળવાની ) ભૂમિના ખાંડિયેર દેખાતા મંદિરાની નજદિકમાં અથવા તેા ખેતીમાં કૂવાકાંઠે મંદિરની પ્રતિમા તેમજ કિંમતી ખજાના લડારેલા હાવા જોઈએ. આને લગતા અમારા સ ંશાધનને લગતા ટૂંકા રિપોર્ટ મુખઇ સમાચાર અને અન્ય પત્રકદ્વારા ઘણી વખત બહાર પડ્યા છે, જેના અંગે આજે આ તીર્થ એક આદશ તીર્થ બન્યુ છે. આ તીર્થને અ ંગે ઐતિહાસિક પુરાવાઓ— "6 નામના ગ્રંથના આઠમા તરંગમાં આ તીર્થને લગતી નીચે પ્રમાણે નાંધ મળી આવે છે. આ ગ્રંથ રત્નમ'ડન ગણીના રચેલા છે. ,, સુકૃત સાગર વિક્રમ સંવત્ ૧૩૪૦ ના મહા સુદ પાંચમના દિવસે આંઝણ કુમારે આચાર્ય શ્રી ધર્મઘાષસૂરિના ઉપદેશથી માંડવગઢથી એક સંઘ કાઢેલ, જે સંઘ કુમારના મેાસાળ ખાલપુર થઇ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy