________________
૩૬૨
સમ્રા, સપ્રતિ સોની આશ્ચર્યતા વચ્ચે વધુ ખોદકામ કરતાં છ ફુટના સમચોરસ ભૂ-ભંડારમાંથી એક પછી એક ચંદ પાષાણ પ્રતિમાઓ સવા કુટથી ચાર ફુટ સુધીની ઊંચાઈની પ્રાપ્ત થઈ, જેમાં કેટલીક મહારાજા સંપ્રતિની નિશાનીવાળી હતી.
બાદ આ સ્થળે ધર્માત્મા નરેશની સહાયતાથી જૈન મહાજને ત્રણ દિવસને અપૂર્વ ઉત્સવ ઉજ, હજારે ભાવુક માણસો આ પ્રતિમાઓનાં દર્શનાર્થે ઊતરી પડયાં અને આ ખેતર એક તીર્થભૂમિ તુલ્ય બન્યું.
રાજ્યના સહકારથી જૈન મહાજને આ પ્રતિમાઓ અલીરાજપુરના દેવમંદિરે રાખવાનું ઠરાવ્યું, અને તે મુજબ પ્રતિમાઓને સંભાળપૂર્વક લઈ જવાની તૈયારી કરવામાં આવી.
ઉપરોક્ત પ્રતિમાઓમાંથી અગિયાર પ્રતિમાઓ તે સહેલાઈથી ઉંચકવામાં આવી, પરંતુ મોટામાં મોટી બીજી ત્રાણ પ્રતિમાઓ ઉંચકવા અનેકવિધ પ્રયાસો કર્યા છતાં ઊંચકી શકાઈ નહિ. દેવી શક્તિ તરફથી તેનું રોકાણ થતું હોય તેમ દેખાયું એટલે ધર્માત્મા નરેશ અને જૈન મહાજને ઠરાવ કર્યો કે અહીં જ નૂતન મંદિર બાંધી આ પ્રતિમાઓને તેમાં પધરાવીશું અને તીર્થોદ્ધાર કરીશું.
આ પ્રમાણે ઠરાવ થયા પછી ત્રણે પ્રતિમાઓને ત્યાં રાખવાની વિધિસરની ગાંઠવણ કરવામાં આવ્યા બાદ ભાવપૂર્વક ઉપરોક્ત ત્રણે પ્રતિમાઓ ઉંચકી તે તુરત જ તે પ્રતિમાઓ ફૂલના દડાની માફક ઉંચકાઈ અને તેને એગ્ય સ્થળે મૂકવામાં આવી. બાકીની અગિયાર પ્રતિમાઓને અલીરાજપુરના જૈન મંદિરે લઈ જવામાં આવી.
આજે છ વર્ષના ગાળામાં શ્રી અલીરાજપુરનું મહાજન ચતુર્વિધિ જૈન સંઘની સહાયતાથી લક્ષમણીમાં પ્રાચીન બાંધકામ ઉપર ત્રણ ભવ્ય મંદિરો બાંધવા સમર્થ થયું છે, જ્યાં અલીરાજપુરમાં રાખેલ ઉપરોક્ત અગિયાર પ્રતિમાઓને પાછી લાવી, વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી આ ત્રણ પ્રતિમાઓ સાથે ત્યાં બિરાજમાન કરવામાં આવી છે.
આજે આ તીર્થ પ્રાચીન તીર્થોની ગણતરીમાં આવ્યું છે. હજારો જેનેએ દૂર દૂરના દેશોમાંથી આવી દર્શનનો લાભ લીધો છે અને લે છે. અમે પણ આ પ્રાચીન તીર્થના દર્શનને લાભ લેવા ખાસ ભલામણ કરીએ છીએ.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિના સમયનું માળવાના એક પ્રાચીન તીર્થનું સંશોધન ચાલુ ઈતિહાસને પુષ્ટિ આપે છે. સબબ અહીંની પ્રતિમાઓ મહારાજા સંપ્રતિની નિશાનીઓવાળી છે, જે સંપ્રતિના અસ્તિત્વના દાર્શનિક પુરાવારૂપ છે.
સંવત ૧૯૧ માં અમેને (લેખકને) પ્રાચીન ઐતિહાસિક સંશોધનના અંગે શ્રી અલીરાજપુર સંઘનું આમંત્રણ મળવાથી અમારે ત્યાં ત્રણ-ચાર વખત જવું પડયું હતું. જેમાં અમારા સંશોધનને પરિણામે આ તીર્થ લગભગ ત્રણ હજાર વર્ષો પૂર્વનું પ્રાચીન દેખાયું. લગભગ અઢી માઈલના ઘેરાવામાં મંદિરોના ખંડિયેરે દેખાયાં. કેટલાક ખંડિયેરે.