________________
પ્રકરણ ૧૮ મુ
સમ્રાટ્ સંપ્રતિની સાબિતીના દાનિક પુરાવા શ્રી લક્ષ્મણી તી,
અલીરાજપુર સ્ટેટમાં અલીરાજપુરથી પાંચ માઇલ દૂર લક્ષ્મણી (લક્ષ્મણપુર) નામે એક ગામ સુખડે નદીના તટ ઉપર આવેલું છે. અહીં માત્ર ૨૦–૨૫ ભીોના ઘરની વસ્તી છે.
આલુ નામના ભીતુ ખેડૂત વિ. સંવત્ ૧૯૯૧ ના કારતક શુદ એકમના પ્રભાતે હળખેડનનુ મુહૂત્ત કરવા સહકુટુબ પેાતાને ખેતરે ગયા. પ્રભુના નામનું સ્મરણ કરી તેણે હળને જમીન પર મૂકી પેાતાના કામની શરૂઆત કરી. ભાગ્યે જ આ હળ કૂવાકાંઠેથી ૧૫-૨૦ કદમ આગળ વધ્યુ હશે. એટલામાં તેા હળના દાંતાએ પત્થરની નક્કર ચીજ સાથે મજબૂત રીતે ભેરવાઈ ગયા અને હુળ આગળ જઇ શક્યું નહિ. એટ્લે આ આસ્તિક ખેડૂતે કાંઇક દૈવી ચમત્કાર છે એવું માની તરત જ ગામના કેટલાક ખેડૂતાને ખેલાવ્યા.
ત્યારખાદ તેણે આ જગ્યાને અક્ષત કુમકુમથી વધાવી અને પ્રભુનુ નામસ્મરણુ કરવાપૂર્વક સાએ મળી હળને બહાર ખેચી કાઢ્યું. હળ ખેંચતાની સાથે જ ત્રણ ફુટની એક ખડિત પાષાણની પ્રતિમા હળના દાંતામાં ભેરવાએલી બહાર નીકળી આવી.
આ પ્રતિમા ખહાર આવ્યા ખાદ તે જગ્યાએ ખીજી પ્રતિમા પણ તેઓને દેખાઇ. એટલે એકત્રિત થએલ ભીલ ખેડૂતાએ તુરત જ ખાદકામ બંધ કર્યું; અને આ હકીકતના સમાચાર તેઓએ અલીરાજપુર સ્ટેટને તથા ત્યાંના મહાજનને પહોંચાડયા.
અલીરાજપુરના ધી નરેશ મહારાજા સર પ્રતાપસિ’ઠુજી કે. સી. એસ. આઈ. રાજ્ય અમલદારા, સમાચાર મળતાં જ ખાદકામ કરનારા મજૂરા સાથે આ સ્થળે આવી પહોંચ્યા. મહાજનના અગ્રેસરા પણ અતિ ઉત્સાહથી આવી પહોંચ્યા.
બહાર નીકળેલ ઉપરાક્ત ખ'ડિત પ્રતિમા પ્રભુ મહાવીરની પ્રાચીન પ્રતિમા છે એમ જણાયું'. ખાદ બીજી પ્રતિમાઓ પણ નીકળશે એવા સંભવ માનીને એકત્રિત થએલ જૈનાએ અપૂર્વ ઉત્સાહપૂર્વક આ ખાદકામના કાર્યમાં સાથ આપ્યા.
xt