________________
પ્રકરણ ૧૬ મું.
દિગ્વિજયી સમ્રાટ સંપ્રતિનો સ્વર્ગવાસ (ઈ.સ. પૂર્વે. ૨૦૩–વીરનિવાણ ૩૨૩.) | ભારતના ઈતિહાસમાં પ્રભાવશાળી ત્રિખંડ ભક્તા રાજવી તરીકે રાજ્ય ભેગવનાર મર્યવંશી ચતુર્થ મહારાજા સંપ્રતિ અવન્તી અને મગધમાં અવારનવાર રહેતા હતા. મગધ સામ્રાજ્ય ઉપર મહારાજા સંપ્રતિવતી તેના કાકા દશરથ રાજ્યપ્રતિનિધિ તરીકે વહીવટ સંભાળતા હતા.
અવન્તીનો રાજ્યવહીવટ મહારાજા સંપ્રતિના લઘુ બંધુ શાલીસુત સંભાળતા હતા. આ બન્ને રાજ્યપ્રતિનિધિઓ ઉપર મહારાજા સંપ્રતિની દેખરેખ ઘણું જ સુંદર રહેતી, તેમ જ રાજ્યવ્યવસ્થા પણ મહાજનના સહકારથી પ્રજાકીય પાર્લામેન્ટરી પદ્ધતિએ ચાલતી હતી, જેના વેગે કોઈ પણ જાતની ગેરવ્યવસ્થા કે અસંતોષ દેખાતાં નહિ. આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ મગધ સામ્રાજ્ય ઉપર ૩૨ વર્ષ સુધી રાજ્ય કર્યું. બાદ મગધ-પાટલિપુત્રમાં રહેલા મહારાજની તબિયત અસ્વસ્થ થઈ એટલે મહારાજાએ મગધ સામ્રાજ્યને વહીવટ સંભાળતાં પિતાના કાકાને જ મગધ સમ્રાટ તરીકે રાજ્યતિલક કર્યું. આ પ્રમાણે મગધ સામ્રાજ્યની ગાદી ઈ. સ. પૂર્વે ૨૦૩ કહેતાં વીરનિર્વાગ ૩ર૩ માં મહારાજા દશરથના હાથમાં આવી.
મહારાજા દશરથના રાજ્યાભિષેક બાદ મહારાજા સંપ્રતિની તબિયત વિશેષ અસ્વસ્થ થઈ અને તેઓ ટૂંક સમયમાં જ પોતાની પાછળ યુવરાજ તરીકે વૃષભસેન તથા અન્ય રાજકુમારને મૂકી સ્વર્ગવાસી થયા. મહારાજાના દેવલોકવાસથી સમસ્ત ભારતમાં અતિશય શોકની લાગણી પ્રવર્તી રહી અને ભારો ધર્મપ્રભાવિક શ્રેષ્ઠ રાજવી ગુમાવ્યું.