________________
૩૫૦
સમ્રાટ્ સંપ્રતિ
શરશ્રી જૈન જ હતાં. આ ખીના ઉપર ધ્યાન દઇ, હુંસ જેવી બુદ્ધિ રાખવી. ચિંતામણી રત્નને ફેંકી દેવા જેવી વાતા કરવી તે ખરેખર વિરાધાત્મક આત્માઓ માટે દિલગીર થવા જેવું છે.
ઉપર પ્રમાણેના સમર્થ સૂરીશ્વરાના અભિપ્રાયા મહારાજા સંપ્રતિની ઐતિહાસિક ઘટનામાં રજૂ કરવામાં અમેા સમર્થ થયા છીએ કે જેની અણી પ્રસંગે ખાસ જરૂરિયાત હતી. અમાને ( મહારાજા સંપ્રતિની ચર્ચા અંગે) પાતાના ઉચ્ચ કાટીના અભિપ્રાય આપનાર સમર્થ સૂરીશ્વરાના પણ અમે આભારી છીએ. વળી અમા સ’પ્રતિની વિરોધાત્મક રીતે ચર્ચા ઉપાડનાર વિદ્વાનાના પણ આ સ્થળે આભાર માનીએ છીએ, કારણ કે ચર્ચાને જ અંગે મહાન્ સંપ્રતિના ઇતિહાસ ગ્રંથારૂઢ કરવાનું અમેને આજે સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. જો મહારાજા સંમતિના અંગે વાદી પ્રતિવાદી સ્વરૂપે જોસબંધ આંદોલન જામ્યું ન હેાત તા સ ંપ્રતિના ઇતિહાસ આજે જે પ્રમાણે પ્રાચીન ગ્રંથા અને ઇતિહાસામાંથી છણુાઇ આ ગ્રંથ દ્વારા અને હવે પછીના ગ્રંથા દ્વારા જૈનસમાજને સમજવા મળશે તેવા સુંદર પ્રસંગ કદાપિ કાળે ઉપલબ્ધ ન થાત.