________________
૩૨૯
મગધ સમ્રાટુ મહારાજા સંપ્રતિ તે જ પ્રમાણે મત્સ્યપુરાણમાં પણ નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે.
षत्रिंशन्तु समा राजा भविताऽशोक एव च । सप्पति ( संप्रति ) दश वर्षाणि तस्य नप्ता भविष्यति ॥
મસ્યપુરાણ કથા, ૨૭૨! આ પ્રમાણે જેન ગ્રંથ, મત્સ્યપુરાણ જે પિરાણિક ગ્રંથ અને દિવ્યાવદાન જેવા બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે મહારાજા અશોક પછી મગધ સામ્રાજ્યની રાજગાદી મહારાજા સંપ્રતિને પ્રાપ્ત થઈ. સંપતિને રાજ્યાભિષેક–
મહારાજા સંપ્રતિને રાજ્યાભિષેક અતિશય મહત્સવપૂર્વક ઉજવાયે, કારણ કે આ સંસ્કારી સમ્રાટે અવન્તીપતિ મહારાજા તરીકે સુંદર કીર્તિ સંપાદન કરી હતી, એટલું જ નહિ પણ તેણે સ્વર્ગસ્થ સૂરીશ્વર શ્રી આર્યસુહતી મહારાજના ઉપદેશામૃતને કારણે ભારતને જૈન મંદિરમય તેમ જ જૈન ધર્માનુયાયી બનાવવા પ્રબળ પુરુષાર્થ આદર્યો હતો. તેમના આ કાર્યમાં તેમને ચારે દિશાએથી સુંદર સહકાર મળે હતે.
આ પ્રભાવશાળી મહારાજાને ભારતવર્ષના સામ્રાજ્યની પ્રાપ્તિ થાય અને તેના યોગે ભારતવર્ષના ગામોગામ જૈનમંદિરોની સ્થાપના કરી જેનધર્મની વિજયપતાકા ફરકે એ સુખદ પ્રસંગ જેવા શ્રીમદ્દ ઉપકારી આર્ય સુહસ્તિસૂરીશ્વરજી વિદ્યમાન રહ્યા નહિ. સૂરીશ્વરજીએ પોતાના દીક્ષિત શિષ્ય શ્રી ગુણસુંદરજીને યુગપ્રધાનપદ અર્પણ કરતાં મહારાજા સંપ્રતિના ધર્મપ્રભાવિક કાર્યો ઉપર દેખરેખ રાખવાની તેમજ સલાહ-સૂચના આપવાની ખાસ ભલામણ કરી હતી. શ્રી ગુણસુંદરજી પણ મગધ રાજ્યકુટુંબના સંબંધમાં તેમ જ ખુદ સમ્રાટું સાથે ગાઢ પરિચયમાં આવેલ હોવાથી તેઓ સમ્રા ઉપર પોતાના સ્વર્ગસ્થ ગુરુદેવ એટલે જ ધર્મપ્રભાવ પાડી શકયા હતા.