________________
૭૨૮
સમ્રાટ સંપ્રતિ અશોક બીમાર પડ્યો, અને જિંદગીને ભરોસો ન લાગવાથી આ દાનવીર રાજવીએ બાકી રહેલ ચાર કરોડનું દાન પૂરું કરવા અર્થે ખજાનામાંથી કુર્કટરામ ભિક્ષુકને દ્રવ્ય મોકલવાની શરૂઆત કરી. આ સમયે રાજ્યપાત્ર સંપ્રતિ યુવરાજપદ ઉપર હતો. તેને મંત્રીઓએ અશોકની દાનવૃત્તિની હકીકત સમજાવતાં કહ્યું કે-હે રાજન ! રાજા અશોક હવે થોડા દિવસના અતિથિ છે તેઓ કુર્કટરામને વિપુલ દ્રવ્ય મેકલી રહ્યા છે તે જતું અટકાવવું જોઈએ, કારણ કે રાજ્યખજાનો એ તે રાજાઓનું બળ છે.” મંત્રીઓના સૂચનથી યુવરાજે ખજાનચીને દ્રવ્ય આપવાને નિષેધ કર્યો. આ ઉપરથી અશોક રાજા પોતાના સુવર્ણના જન પાત્રો કુર્કટરામ તરફ મેકલવા લાગ્યા. બાદ અશેકના જનાથે ક્રમશ: શિપ, લેહ અને માટીના વાસણ આવ્યાં તેને પણ તેણે દાનમાં આપી દીધાં.
ઉપર પ્રમાણેના અંકુશથી રાજા અશોકના હાથે દાન દેવા અર્થે અંકુશમાં આવી પડ્યા ત્યારે રાજા ઘણે વિરક્ત થયે અને મહાજનને એકત્ર કરી તેણે પૂછયું કે-“હે મહાજન ! તમે કહો કે આ સમયે પૃથ્વી ઉપર સત્તાધીશ કોણ ગણાય?' મહાજને કહ્યું કે-આપ જ પૃથ્વી ઉપર ઈશ્ચરાવતારી રાજા છે.” ત્યારે આંખમાંથી વહેતા અશ્રપ્રવાહ વચ્ચે અશોકે કહ્યું કે-“તમે દાક્ષિણ્યતા રાખી જૂઠું કેમ બોલો છો ? હું તે રાજ્યભ્રષ્ટ રાજા ગણાઉં છું. હમણાં મારો અધિકાર માત્ર અર્ધા મુલક ઉપર ગણાય.” આમ કહી તેણે પિતાની નજીક ઉભેલા મનુષ્યને બોલાવી પિતાને અર્થે મુલક કુર્કટરામને ભેટ આપવાનું જણાવ્યું.
ભિક્ષુક સંઘ માટે આ દાન આખરી દાન હતું કે જે દાન સર્વે ભિક્ષુકોએ (આખા સંઘમાં) વહેંચી લીધું.
મહારાજા અશોક પછી મગધની રાજ્યગાદી તેના ઉત્તરાધિકારી વારસ પત્ર સંપ્રતિએ પ્રાપ્ત કરી કે જેણે ગાદી ઉપર આવતાં અમાત્યની સલાહ અનુસાર ચાર કરોડ સુવર્ણમહોર ખજાનામાંથી ચૂકવી ભિક્ષુક સંઘને અર્પણ થએલ પૃથ્વી છોડાવી. બાદ તેને રાજ્યાભિષેક થયો.” રાજ્યપ્રાપ્તિને અંગે પ્રાચીન જૈન ગ્રંથમાંથી પણ નીચે પ્રમાણે પુરાવાએ મળી આવે છે. “બૃહત્કલપચૂણી ” જણાવે છે કે –
किं काहिसि अंधओ रजेणं कुणालो भणति । मम पुत्तोत्थि संपत्ति नाम कुमारो दिन्नं रजं ॥
बृहत्कल्पचूर्णी । २२। તેવી જ રીતે “ કલ્પરિણાવળી ” માં નીચે પ્રમાણે જણાવે છે –
तस्य सुतः कुणालस्तनंदनस्त्रिखंडभोक्ता संप्रतिनामा भूपतिरभूत् जातमात्र एव पितामहदत्तराज्यः॥ .
corriટી / !