________________
પ્રકરણ ૨ જું
યુગાદિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ આ પ્રભાવશાલી સંસ્કૃતિવાન જંબુદ્વીપના ભરત ને ઐવિત ક્ષેત્રમાં સંસ્કારી આર્યભૂમિના પૂર્વપરંપરાના તપસ્વીઓના તપ અને પુણ્ય પ્રભાવે જ્યારે જ્યારે કનિષ્ટ સમય આવે છે ત્યારે ત્યારે તારણહાર મહાન વિભૂતિઓને જન્મ થાય છે, જેના વેગે દુઃખી થયેલી પૃથ્વીમાતા પિતાનાં બાળકની અને પશુધનની પાલક બને છે અને દુઃખી થતાં બાળકેનું રક્ષણ કરે છે.
આ કાળમાં તે જ નિયમ પ્રમાણે અવ્યવસ્થિત થયેલ યુગલીઆઓને પોતાના જ્ઞાનના બળે સદૃમાર્ગે દોરવા શ્રી ગષભદેવ જેવા તારણહારની કુદરતે જરૂરીઆત પૂરી પાડી.
આ કાળમાં ત્રણ જ્ઞાન સહિત જન્મેલ યુગાદિ પ્રથમ તીર્થકર ઋષભદેવ મહારાજને યુગલીઆ તરીકે જન્મ નાભિરાજા અને મરુદેવી માતાની કુખથી થયા. ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને નેવાશી પક્ષ એટલે ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ બાકી હતા તે સમયે અષાડ માસની કૃષ્ણ ચતુર્થીના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રના ચંદ્રગમાં તેત્રીશ સાગરોપમનું દેવપણાનું આયુષ ભેગવી, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવી જેમ માનસ સરોવરથી ગંગાતટ ઉપર હંસ ઊતરે તેવી રીતે તેઓ આ ભરતક્ષેત્રમાં નાભી નામના સાતમાં કુલકર(રાજા)ની શ્રી મરુદેવીના ગર્ભમાં આવ્યા. એ સમયે મરુદેવી માતાએ દેવતાઈ ચાદ મહાસ્વપ્ન દીઠાં.
માસ અને સાડાઆઠ દિવસ વ્યતીત થયા પછી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વે ગ્રહ ઉચ્ચ સ્થાને આવતાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં મરુદેવીની કુખથી યુગલધમી પુત્રપણે ભારતના પ્રથમ તારણહારને યુગલીયા તરીકે જન્મ થયો. આ કાળે આ ભરતક્ષેત્રમાં આ પ્રથમ તારણહાર ત્રણ જ્ઞાન સહિત જન્મેલ હોવાથી તેમને જન્મોત્સવ ચોસઠ ઇ અને ઇદ્રાણીઓની સાથે સ્વગીય સર્વ દેવી દેવતાઓએ અતિ હર્ષપૂર્વક ઊજ.