________________
સમ્રાટ્ સંપ્રતિ આ ત્રણે આરામાં યુગલિક તરીકે એક પુરુષ અને એક સ્ત્રી એમ સાથે જન્મતાં હતાં. તે બંને વચ્ચે દંપતી સંબંધ થતો હતો છતાં કષાય રહિતપણે સંસારસુખ ભોગવી તેઓ દેવલોક જતાં હતાં. આ આરાનાં મનુષ્યનું જીવન અલ્પ કષાયવંત હોવાથી તેઓના માટે દેવગતિ સિવાય બીજી ગતિ હતી જ નહી. આ આરાના અંતિમ કાળ સુધીમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષો મને વાંચ્છિત ફળને દેનારાં હતાં. પૃથ્વીની રજ શર્કરા તુલ્ય મધુરી હતી તથા નદીનાં જળ અમૃત તુલ્ય મીઠાશવાળાં હતાં.
ત્રીજા આરાના અંતિમ કાળ લગભગમાં જ્યારે કલ્પવૃક્ષો મનવાંછિત ફળ આપવામાં સંકુચિત થયાં ત્યારે યુગલીયાઓમાં આપસઆપસમાં ખેંચતાણ થવા લાગી અને કલહ ઉત્પન્ન થયા. તેમાં ભાગલા પડ્યા. એકત્ર એક જ પ્રદેશમાં, નજદીક નજદીકમાં રહેનારા યુગલીઆઓ દૂર દૂર રહેવા લાગ્યા.
પૃથ્વીની રજ જે શર્કરા તુલ્ય હતી તેમાં તદ્દન ફીકાશ આવી. જળાશ અને નદીઓનાં જળ જે મધુરાં મધમય હતાં તે નિરસ અને સ્વાદ રહિત થયાં. જે મઘાંગ વૃક્ષો અમૃત તુલ્ય મદ્ય દેનારાં હતાં અને જેના ઉપર યુગલીઆઓનું જીવન હતું તેમાં જબરજસ્ત ફટકો પડ્યો. વસ્ત્રો અને આભૂષણ દેનારાં કલ્પવૃક્ષો પણ નિરર્થક થયાં. તેવી જ રીતે સુંદર મહેલ આદિ રહેઠાણ દેનારાં કલ્પવૃક્ષે સંકુચિત થયાં. એ પ્રમાણે એકંદરે દેવતાઈ સ્વર્ગીય સાહાબી દેનારાં દશ પ્રકારના કલ્પવૃક્ષે કાળના પ્રભાવે ફળ રહિત થયાં.
ત્રીજા આરાના અંતિમ કાળમાં યુગલીઆઓ મૃત્યુ પામી સ્વર્ગે જતા હતા તેમાં પણ આંતરો પડ્યો અને ચારે ગતિનાં દ્વાર ખુલ્લાં થયાં. આ કાળ સુધી યુગલીઆઓના મૃત્યુદેહને મહાપક્ષીઓ લઈ જઈ સમુદ્રમાં પધરાવતાં હતાં તેમાં પણ વાંધો આવવા લાગ્યો. એટલે એકંદરે યુગલીઆએની સ્થિતિ ભયંકર રીતે ગુંચવાડાભરી ગંભીર થઈ. વળી તેમને પિતાનું જીવન નિભાવવાનાં સાધનો માટે ચિંતાઓ ઉત્પન્ન થઈ. વસ્ત્ર અને રહેવાના સ્થાન રહિત થયેલ યુગલીઆઓને, જંગલનાં વૃક્ષોની છાલ અને પાંદડાંનાં વસ્ત્રો બનાવી અર્ધનગ્ન સ્થિતિએ જંગલીપણે રહેવાને દુઃખદ અવસર આવી લાગ્યા.
ભેજન આદિ જે મિષ્ટ પદાર્થો મળતા હતા તેના બદલે કાચું અનાજ અને જંગલનાં પાકેલાં વનફળો ખાઈ જીવનનિર્વાહ કરવાને કાળ આવી પહોંચે. એટલે એકંદરે દેવતાઈ સ્વર્ગીય સાહાબી ભોગવનાર દેવગતિગામી યુગલીઆઓ માટે આ કાળ એ તે દુઃખદ આવી પહોંચે કે તેઓનું રક્ષણ કરનાર અથવા તે તેઓને પુનરુદ્ધાર કરનાર યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીનો જન્મ ન થયો હોત તો દુઃખદ કાળના પ્રવાહમાં તણાતા યુગલીઆઓનો લય એવી દુઃખદ સ્થિતિએ થાત કે તેનું વર્ણન કરવું અશક્ય થઈ પડત.