________________
૩૨૬
સમ્રાટું સંપ્રતિ થએલ છે એટલે આ બન્ને વરતુઓમાં તફાવત આવે છે જેને તેડ પ્રાચીન ગ્રંથના આધારે નીચે પ્રમાણે મળી આવે છે કે “શ્રી આર્યમહાગિરિ મહારાજે વીરનિર્વાણ ૨૪૫ માં જિનકલ્પની તુલના કરનાર સાધુ તરીકે યુગપ્રધાનપદને નિક્ષેપ કરી યુગપ્રધાનપદ શ્રી આર્યસહસ્તી મહારાજને સુપ્રત કર્યું હતું. ત્યારપછી તેઓ વીરનિર્વાણ ૨૭૧ માં કાળધર્મ પામ્યા હતા. એટલે વીરનિર્વાણ ૨૫૭ માં મહારાજા સંપ્રતિના પૂર્વભવના રંક જીવને દીક્ષા આપી તે સમયે તેમનું અસ્તિત્વ હતું એમ સાબિત થાય છે. શ્રી આર્યસુહસ્તિ મહારાજ પ્રત્યે અતિશય પ્રેમ હોવાને કારણે શ્રી આર્યમહાગિરિ મહારાજ તેમની સાથે જ વિચારતા હતા. ' મહારાજા ચંદ્રગુપ્ત, મહારાજા બિંદુસાર અને મહારાજા અશોકના કાળ દરમ્યાનમાં મગધમાં ઉપરાસાપરી પલ દુકાળના અંગે રાજપિંડને યોગ બનેલ, જેના અંગે શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિ મહારાજ વચ્ચે ભેગી ગોચરીમાં વિભક્તતા થઈ પણ શ્રી સંઘે વચ્ચે પડી પ્રયાસપૂર્વક બન્ને સમર્થ આચાર્યોની ગેચરી ફરીથી સંયુક્ત કરી. ઉપરોક્ત ઘટના મહારાજા સંપ્રતિના અંગે નજર સામે રહેવાથી અન્ય વિદ્વાનો દ્વારા કાંઈક સમજફેર લખાણ થયું સમજાય છે. આ હકીકતને અંગે અમોએ વિગતવાર ખુલાસો ગત પ્રકરણમાં રજૂ કર્યો છે.