________________
પ્રકરણ ૧૦ મું.
શ્રી આર્યસહસ્તી સૂરીશ્વરને સ્વર્ગવાસ પ્રભુ મહાવીરની ૧૧ મી પાટે શ્રી ગુણસુંદરસૂરિની યુગપ્રધાન તરીકે
પાટલિપુત્રમાં થયેલ સ્થાપના.
શ્રી આર્યસુહસ્તિ મહારાજનું અંતિમ ચોમાસું પાટલિપુત્રમાં હતું, જ્યાં તેઓએ જ્ઞાનના બળે પિતાને અંતિમ કાળ નજીક જાણી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રભુ મહાવીરની ૧૧ મી પાટે યુગપ્રધાન તરીકે પોતાના ૩૨ વર્ષના સહચારી શિષ્ય શ્રી ગુણસુંદરજીને સ્થાપ્યા. બાદ ટૂંક સમયમાં જ છઠ્ઠની તપશ્ચર્યા કરી સૂરિશ્રીએ ૧૦૦ વર્ષ, ૬ માસ ને ૬ દિવસનું આયુષ્ય પૂર્ણ કરી દેવગતિ પ્રાપ્ત કરી.
સૂરિશ્રી આર્ય સુહસ્તિના અંગે જૈન ગ્રંથકારોએ મહારાજા સંપ્રતિને ધર્મકાર્યો પૂરતો જ ઈતિહાસ સાંકળે છે. મહારાજા સંપ્રતિને લગતે જે ઇતિહાસ જૈન ગ્રંથમાં રજૂ થયો છે તેને આધાર અમને વીર નિર્વાણની પ્રથમ સદીથી મળતું આવ્યું છે. વિક્રમ સંવત્ ૧૧૭૪ માં શ્રી અભયદેવસૂરિજીને લખેલે ઈતિહાસ અને આ ગ્રંથમાં અતિ ઉપયોગી થઈ પડયો છે તેમ જ કાળગણનાને અંગે મુનિશ્રી કલ્યાણવિજયજીનો ગ્રંથ પણ અમને અતિ મહત્વતાદર્શક સમજાવે છે, જેના આધારે અમોએ કાળ ગણનનો હિસાબ લઈ મગધ સામ્રાજ્ય ઉપર મૈર્યવંશની સ્થાપનાને કાળ વીર નિર્વાણ ૨૧૦માં કહેતાં ઈ. સ. પૂર્વે ૩૧૭ માં દર્શાવ્યું છે. પરિશિષ્ટ પર્વ આદિ ગ્રંથમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના વીર નિર્વાણ ૧૫૫ એટલે ઈ. સ. પૂર્વે ૩૭૨ માં બતાવવામાં આવી છે. વળી શ્રી આર્ય સુહસ્તિ મહારાજ અને આર્ય મહાગિરિ મહારાજની સંભેગી ગોચરીનો પ્રસંગ મહારાજા સંપ્રતિના રાજપિંડના કારણે અલગ થયાનું દર્શાવ્યું છે. પરંતુ યુગપ્રધાન પટ્ટાવળીમાં જણાવેલ વર્ષોની ગણત્રી “તિલ્યગાલી પઈન્નય ” ની રાજકાળગણના સાથે મેળવતાં વીરનિર્વાણ ૨૪૫ માં જ શ્રી આર્ય સુહસ્તિ યુગપ્રધાન થયા. જ્યારે મહારાજા સંપ્રતિને જન્મ ત્યારપછી