SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪. સમ્રા સંપ્રતિ આરો પૂરો થતાં બીજે આરે પણ તેટલા જ પ્રમાણને થશે. એ બીજા આરાની શરૂઆતમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષનું હશે અને ઊંચાઈનું પ્રમાણુ બે હાથનું હશે તેમ જ પાંચ વર્ષની બાલિકા ગર્ભ ધાર્યું કરશે. આ જાતની પરિસ્થિતિ અવસર્પિણીના પાંચમાં આરાના અંતમાં પણ બનવાની છે તે સમજી લેવું. ઉત્સર્પિણીના બીજા આરામાં આયુષ્યને શરીરપ્રમાણ અનુક્રમે વૃદ્ધિ પામતું જશે અને તેના અંતમાં સાત હાથનું શરીર અને ૧૩૦ વર્ષનું આયુષ્ય પ્રમાણ રહેશે. બીજા આરાના કેટલાંક વર્ષો શેષ હશે ત્યારે જાતિસ્મરણજ્ઞાનવાળી વિભૂતિઓના આધારે પ્રથમ પુર-નગર વિગેરેની રચના થશે અને એને વ્યવસ્થાપક તે પહેલ કુલકર કહેવાશે. અનુક્રમે એના વંશમાં સાત કુલકર થશે. બીજો આરો પૂરો થતાં ત્રીજાની શરૂઆત થશે. તે આરાના સાડાત્રણ વર્ષ જતાં સાતમા કુલકરને ત્યાં સતદ્વારપુર નગરમાં શ્રેણિક મહારાજાને જીવ પ્રથમ નારકીના પહેલા પાથડામાંથી નીકળી પનાભ નામે તીર્થકર થશે અને તે પ્રભુ મહાવીર સમાન આકૃતિ અને આયુષ્યવાળા થશે. તે પછી ૨૫૦ વર્ષે મહાવીરસ્વામીના કાકા શુકદેવજી નામે બીજા તીર્થકર થશે. બાદ નેમિનાથ સરખા ત્રીજા તીર્થકર થશે એ પ્રમાણે ચાલુ વીશીના ઊલટા ક્રમે ઉત્સર્પિણી આરામાં પણ કાળના પ્રભાવે બનવાનું છે. પ્રભુ મહાવીરના કહ્યા પ્રમાણે પાંચમા આરામાં ભસ્મગ્રહનું વિશેષ બળ હેવાથી જેનશાસન બહુ ડહોળાશે, અનેક શત્રુઓ એના ઉપર કટાક્ષ કરશે અને સત્ય ઘટનાઓને અસત્ય ઠરાવવા પ્રયત્ન કરશે, પિતાનું ખોટું હશે તેને સત્ય તરીકે સ્થાપશે. કાળના પ્રભાવે લેકનાં મન ઉપર અસત્યમાં સત્યની ભાવના થશે. અલ્પ સત્વવાળા લેકેની ઉત્પત્તિ થવાથી તેમજ બહુલકમી આત્માઓ ઉત્પન્ન થવાથી તપ કરવું, આત્મહિતાર્થે કષ્ટ સહન કરવું, ધર્મ આરાધન કરવું–એ એમને ગમશે નહિ અને જિલ્લાના લુપી લેકે ખાવાપીવામાં જ આસક્ત રહેશે. પંચેન્દ્રિયના વિષયમાં પ્રમત્ત એવા લોકોને આ અપૂર્વ ત્યાગ ધર્મ ગમશે નહિ જેથી અનેક પ્રકારે એને ડહોળવા પ્રયત્ન ચાલુ રહેશે. કાળક્રમે ભસ્મગ્રહ ઉતરતાં વિખવાદ એ છે થશે અને યુગપ્રધાનેને તેજોદય થતાં જૈનધર્મમાં નવીન જોમ અને જેશ ઉત્પન્ન થશે અને અંદર અંદરની આગ શાંત થઈ એયતા થશે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy