SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રતિના મનનું સમાધાન : પંચમ આરાનું સ્વરૂપ ૩૨૩ ઉદય થશે જે સંવત ૧૩૮૦ સુધી ચાલશે. જેમાં બીજા ઉદયમાં ત્રેવીસ યુગપ્રધાન થવાના એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ બીજો ઉદય ત્રેવીસમા યુગપ્રધાન અન્મિત્ર ખાદ સમાપ્ત થશે. પછી કાળાંતરે યુગપ્રધાનના ત્રીજો ઉદય પાડિવય( આદ્ય સૂરિ)થી સંવત ૧૯૯૦ માં થશે જેમાં ૯૮ યુગપ્રધાના થશે, અને છેલ્લા ચુગપ્રધાન વૈશાખ થશે. આ ત્રીજો ઉદય ૧૫૦૦ વર્ષ પન્ત ચાલશે. ચેાથા ઉદયમાં પ્રથમ હરીસ્સહસૂરિ નવમા વર્ષે દીક્ષા ગ્રહણ કરનારા થશે અને આ ઉદયમાં ૭૮ યુગપ્રધાના થશે, જેમાં છેલ્લા સત્કીર્તિ નામે યુગપ્રધાન થશે. આ ઉદય ૧,૫૪૫ વર્ષ પ્રમાણ ચાલશે, પાંચમા ઉદય નદીમિત્રસૂરિથી શરૂ થશે, જેમાં છેલ્લા યુગપ્રધાન થાવરસુત નામે થશે. એ પાંચમા ઉદય ૧,૯૦૦ વર્ષ પર્યંન્ત રહેશે. છઠ્ઠા ઉદયમાં પ્રથમ સુરસેનસૂરિ થશે અને અંતમાં રહસુત યુગપ્રધાન થશે. આ ઉદય ૧,૯૫૦ વર્ષ ચાલશે. સાતમા ઉદ્દયમાં રવિમિત્રસૂરિ પ્રથમ યુગપ્રધાન થશે અને છેલ્લા જયમંગળસૂરિ થશે. આ ઉદય ૧,૭૭૦ વર્ષ સુધી ચાલશે. આઠમા ઉદયમાં શ્રીપ્રભુ પ્રથમ યુગપ્રધાન થશે. આ સમયે જગવિખ્યાત કલંકી રાજા આ આઠમા ઉદયની શરૂઆતમાં અર્થાત્ શ્રીપ્રભુ યુગપ્રધાનના સમયમાં થશે. છેલ્રા સિદ્ધા યુગપ્રધાન થશે. પછી એ ઉદય પૂર્ણ થશે. આ આઠમેા ઉદય ૧૦૧૦ વર્ષ પર્યંન્ત ચાલશે. એ પ્રમાણે ત્રેવીસ ઉદયમાં ૨૦૦૪ યુગપ્રધાના આ પાંચમા આરાના ૨૧,૦૦૦ વર્ષોમાં થશે. આ યુગપ્રધાના એકાવતારી હાવાથી તેઓ જે જે દેશેામાં અને ભૂમિમાં વિચરશે તે તે દેશેાની ભૂમિકાની ચારે દિશામાં અઢી જોજન ભૂમિમાં દુષ્કાળ અને હિંસક થવાના ભય નહિ રહે. પાંચમા આરામાં છેલ્લા દુષ્પસહસૂરિ નામે યુગપ્રધાન થશે. પછી પાંચમા આરા પૂરા થતાં જૈનધર્મ નષ્ટ થશે, પછી રાજ્યધર્મ નષ્ટ થશે. ખાદ છઠ્ઠો આરા બેસશે. એ આરા પણ ૨૧,૦૦૦ વર્ષ પન્તના રહેશે અને તે પૂરા થતાં અવસર્પિણીના છ આરા પૂરા થઈ ઉત્સર્પિણીના પહેલા આરા અવસર્પિણીના છઠ્ઠા આરા જેવા એસશે. આ છેલ્લા અને પહેલા આરા ક, ધર્મ અને વહેવાર રહિત સમજવા. એ પ્રથમ આરાના અંતમાં સાત દિવસ પર્યંન્ત જુદી જુદી જાતના વરસાદ થતાં પૃથ્વીમાં રસાત્પત્તિ થશે; અને ધાન્ય વિગેરે ઊગી નીકળશે અને મનુષ્યનાં શરીર, આયુષ્ય પણ ધીમે ધીમે વૃદ્ધિ પામશે. ૨૧૦૦૦ વર્ષના એ * યુગપ્રધાન પછી દેવના ભવ કરી, મનુષ્યપણુ' પ્રાપ્ત કરી મેાક્ષે જનાર હાવાથી એકાવતારી કહ્યા છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy