________________
મહારાજા સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા
૩૧૫ સાંભળ્યા પછી દંતધાવન કરવું. આ પ્રમાણે રથયાત્રાના વરઘોડામાં ઉત્સાહી વાતાવરણ જમાવી મહારાજા સંપ્રતિએ રથયાત્રાના વરઘડાનું કાર્ય નિર્વિદને સંઘના ઉલ્લાસપૂર્વક પૂર્ણ કર્યું. વરઘોડાની સમાપ્તિ થતાં આંધ્ર, દ્રાવિડ અને મહારાષ્ટ્રના રાજાઓએ પોતપોતાના દેશમાં જઈ જેનધર્મને પ્રચાર કરી, ગામેગામ નવાં જૈનમંદિર બંધાવવા શરૂ કર્યા. આ પ્રમાણે આ રાજવીએ જેનધમી બન્યા તેમજ તેમના દેશમાં સાધુવિહારની સગવડતા તેઓએ કરી આપી.
એક દિવસ રાત્રિના પાછલે પહોરે સુખેથી સૂઈ ઊઠેલ રાજા સંપ્રાતને કુરણા થઈ કે આર્યદેશમાં જે સાધુવિહાર છે તે અનાર્ય દેશમાં થાય તે ત્યાંની જનતાનું પણ કલ્યાણ થાય. એમ વિચારી તેને માટે વિચારણા શરૂ કરી. દીર્ઘ વિચારણાને અંતે એક યોજના ઘડી કાઢી. બાદ આંધ આદિ અનાર્ય દેશોમાં સાધુઓ સુખેથી વિચરી શકે તે માટે કેટલાક ઉપદેશકોને જે સાધુઓના આચાર-વિચારથી પરિચિત કર્યા. તેવી જ રીતે અનાર્ય દેશોના અધિકારીઓને પણ આજ્ઞા ફરમાવી કે-મારા ઉપદેશકે (સુભટ) તમારી પાસે મારે (રાજ્ય)કર જેવી રીતે માગે તેવી રીતે આપજે. તેઓએ એમ કરવા કબૂલ કર્યું, એટલે ઉપદેશકને સાધુવેશમાં જેન સાધુઓની શૈલીએ વર્તવાની આજ્ઞા આપી અનાર્ય દેશોમાં ગુપ્ત રીતે મોકલ્યા.
આ ઉપદેશક સાધુવેશમાં જ અનાર્ય દેશમાં ગયા અને તેઓએ ત્યાંની પ્રજા પાસે જઈ બેંતાળીશ દોષરહિત સાધુને આહાર, પાણી અને વસ્ત્ર આદિ કઈ રીતે કપે તેને વિધિ બતાવ્યો. આધાકર્મ વિગેરે દેષ સાધુઓને કઈ રીતે લાગે તે પણ સમજાવ્યું. આ પ્રમાણે સાધુવેશધારી ઉપદેશકોએ અનાર્ય દેશોમાં એવી રીતે ધર્મપ્રભાવ તથા સાધુસંપ્રદાયના આહાર આદિની સગવડતાને પાઠ શીખવાડ્યો કે જેના વેગે ત્યાંની પ્રજા ધર્મમાં અતિશય દઢ બની. કાળક્રમે તેઓ આર્યોથી પણ અધિક ધર્મભાવનાશાળી બન્યા.
સાધુ વિહાર માટે અનાર્ય દેશની ભૂમિકા યેગ્ય બનાવ્યા બાદ એક દિવસ મહારાજાએ આચાર્યદેવને કહ્યું કે “હે ભગવંત! આપ સાધુસંપ્રદાયને અનાર્ય દેશોમાં કેમ મોકલતા નથી?સૂરિશ્રીએ કહ્યું કે- અનાર્ય દેશોમાં આહાર-પાણીની શુદ્ધતા ન જળવાય.” મહારાજા સંપ્રતિએ કહ્યું કે-“સૂરિશ્રી એક વાર કેટલાક સાધુઓને એકલી તો જુઓ.” રાજાની ઈચ્છાથી સૂરિવરે કેટલાક મુનિવરોને અનાર્ય દેશમાં મોકલ્યા.
અનાર્ય દેશમાં ગયેલા સાધુઓ પૈકી કેટલાકે પાછા આવીને સૂરિશ્રીને કહ્યું કે “હે. પ્રભો! અનાર્યો તે કેવળ નામ માત્રના જ છે. વસ્ત્ર, અન્ન, પાણી વિગેરે આપવાના વહેવારમાં તેઓ અમેને આર્યોથી પણ અધિક લાગે છે. હે ભગવંત! સંપ્રતિ મહારાજાએ ઉપદેશક વિગેરે દ્વારા અનાર્ય ભૂમિને આર્ય જેવી બનાવી દીધી છે. ”
સાધુઓના આ પ્રમાણેનાં વચન સાંભળી સૂરિશ્રીને સંપ્રતિની સમયસૂચકતા માટે આનંદ