SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ સમ્રાટું સંપ્રતિ કોટ્યાધીશ ગણુત મહાજનસમુદાય પ્રભુના રથને અશ્વો જોડવાને બદલે જાતે ખેંચતે હતો. રથની પાછળના ભાગમાં અનેક સાધુસમુદાયથી પરવરેલા શ્રી આર્યસુસ્તી મહારાજ સાધુગણના વડા તરીકે મોખરે ચાલતા હતા અને તેમની પાછળ આખે સાધુસમુદાય હતો. એની પાછળ અવન્તીના શણગારરૂપ મહાજનવર્ગ ચાલતો હતો. તેની પાછળ સાધ્વીઓ અને શ્રાવિકાઓને સ્ત્રી સમુદાય ચાલતો હતો. આ પ્રભાવશાળી વરઘોડાને નિહાળવા અવન્તીનાં દરેક ઘરોની અટારીઓ-અગાસીઓ અને છાપરાં ઉપર માનવમેદની ચિકાર દેખાતી હતી અને સરીયામ રસ્તાઓ ઉપર તે ક્યાંય ઊભા રહેવાની જરાપણ જગ્યા નહતી. દરેક મહોલ્લામાં ફરતો આ યાત્રાને વરઘોડો રાજગઢ નજદિક આવી પહોંચ્યા અને પ્રભુને રથ રાજ્યમહેલના દરવાજા આગળ આવી . રાજ્યમાતા શરતશ્રી અને રાજમહેલની રમણુએાએ પ્રભુને કીંમતી મુક્તાફળવડે વધાવ્યા. મહારાજા સંપ્રતિને સામને ધર્મોપદેશ મહારાજા સંપ્રતિએ આ સમયે પોતાના ખંડિયા રાજા તથા સામંતવર્ગને ઉદ્દેશીને હિતોપદેશ આપે. આ ઉપદેશની નેંધ “નિશીથચણી ” નામના પ્રાચીન ગ્રંથમાં લેવાયેલ છે, જેને અમે અહીં શબ્દશ: મૂળ લેક ને અર્થે રજૂ કરીએ છીએ. "जह मं जा लाह सामि समणाणं पण महा सुविहियाणं । दवेण मे न कजं एवं खुकयं पियं मज्झ ॥१॥ विसजिया य तेण गमणं घोषायणं सरश्चेषु । साहूण सुह विहारा जाया पश्चंतिया देसा ॥ २॥ अणुजाणे अणुजाई पुष्फारु हणाई उकिरणं ના પૂર્વ ૨ ૨હયા તેવિ સર સુaifતિ / રૂ .” જો તમે મને સ્વામી તરીકે માનતા હો તો તમારા રાજ્યનાં જૈનમંદિરમાં પણ આવી જ રીતે અઢાઈ મહોત્સવ કરાવજે. સુવિહિત સાધુઓને નમન કરે અને જેનધર્મનો સ્વીકાર કરો. તમારાં રાષ્ટ્રની પ્રજાને જૈનધમી બનાવો અને તમારા દેશમાં વિહારની સગવડતા કરી આપે. મને તમારા ધનભંડારની જરૂર નથી. કારણ હું આત્મસંતોષી અને પ્રભુભક્ત છું, અવન્તીની આવક સંતોષકારક છે. જેથી આ જાતનાં કાર્યોથી મને તમે જેટલો ખુશી કરી શકશે તેટલે બીજાથી નહિ કરી શકશે, મને તો આ જ પ્રિય છે.” આ પ્રમાણે સામતને બોધ દઈ તેઓને સૂરિશ્રી સમક્ષ લઈ જઈ જૈન ધર્મ અંગીકાર કરાવ્યું કે જેના અથે આ અઠ્ઠાઈ મહોત્સવની મહારાજા સંપ્રતિએ યેજના કરી હતી. મહારાજા સંપ્રતિને અભિગ્રહ – ત્યારપછી મહારાજાએ ચતુર્વિધ સંઘ સમક્ષ સૂરિશ્રીના ચરણે શીશ નમાવી એ અભિગ્રહ લીધે કે મારે નિત્ય પ્રભાતે એક નવા મંદિરના ખાતમુહૂર્તના સમાચાર
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy