________________
૩૧૬
સમ્રાટ્ સંપ્રતિ થયો ને વિશેષ સાધુઓને ફરીથી ત્યાં મોકલ્યા. સાધુઓની દેશનાથી અનાર્યો સરળ પરિણામી થયા, જેના અંગે “નિશીથચણી'માં પણ ખાસ ગાથા છે કે જેને ઉતારે નીચે પ્રમાણે છે.
શ્રમણ સુભટેથી (ઉપદેશકેથી) ભાવિત તે દેશમાં સાધુઓ સુખેથી વિચરતા. તેથી તેઓ સરળ પરિણામી થયા.”,
બાદ મહારાજા સંપ્રતિએ પોતાના નગરના કંદોઈઓને એકત્રિત કરી આજ્ઞા કરી કે–“સાધુએને જે વસ્તુઓ ખપતી હોય તે તમારે આપવી, બદલામાં એની કિંમત હું તમને આપીશ.”
મહારાજાએ પોતાના પૂર્વજન્મના “રાંક”પણાને યાદ લાવી અવન્તીના ચારે દરવાજાઓએ ગરીબોને દાન આપવાની પ્રવૃત્તિ શત્રુ અને મિત્રના ભેદભાવ વિના દાનશાળા મારફતે ચાલુ કરી. રાજા પિતે અવારનવાર ત્યાં જઈ વ્યવસ્થાની તપાસ રાખતો.
આ પ્રમાણે એક દિવસ આ દાનશાળાની મુલાકાત લઈ મહારાજાએ રસેઈઆને પૂછ્યું કે “ગરીબને આપતાં વધેલાં અનાજ વિગેરેનું તમે શું કરે છે?” તેઓએ જવાબ આપે “હે દેવ! તે અનાજ અમારા ઘરમાં વાપરીએ છીએ.” ત્યારે મહારાજાએ કહ્યું કે –“મારી આજ્ઞાથી તે અનાજ વિગેરે સાધુઓને આપવું અને એના બદલામાં હું તમને ઈચ્છિત ધન આપીશ.”
મહારાજાની આજ્ઞાનુસાર ત્યારબાદ આ પ્રમાણે થવા લાગ્યું. આથી સાધુઓને અન્ન, પાણી, વસ્ત્ર આદિ સુખેથી મળવા લાગ્યાં.
આ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિના દરેક કાર્યોમાં તત્પર, પ્રશમ વિગેરે ગુણયુક્ત સંપ્રતિ ન્યાય-નીતિથી રાજ્યનું પાલન કરવા લાગ્યા. દરમિયાન ધર્મપ્રભાવના નિમિત્તે રથયાત્રાના વરઘોડાઓ અવારનવાર નીકળતા.
:રિ :