________________
પ્રકરણ ૮ મું.
મહારાજા સંપ્રતિની પ્રભાવશાળી રથયાત્રા. આ પ્રકરણમાં મહારાજા સંપ્રતિએ પોતાના જીવનકાળ દરમિયાન બજાવેલ જેનધર્મની સેવાની નેંધ “સંપ્રતિ ” નામના ઐતિહાસિક પ્રાચીન ચરિત્રને આધારે અમે રસમય શૈલીથી રજૂ કરીએ છીએ.
મહારાજા સંપ્રતિની જીવનપ્રભાનો ઈતિહાસ વિ. સં. ૧૧૭૪ ની સાલમાં અણહીલપુરપાટણમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યદરબારમાં મહારાજાની રાજઆજ્ઞાનુસાર નવાંગી ટીકાકાર શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજે “નવતત્વ પ્રકરણ ની મૂળ ગાથાઓ સાથે ૧૫૬ કલાકમાં રજૂ કર્યો છે, જેમાં વિરનિર્વાણ ૮ મી સદીમાં રચાયેલ “નિશીથ ચૂર્ણ ” ની ગાથાઓને ઉદ્ધત કરી મહારાજા સંપ્રતિની જીવનપ્રભાને પ્રમાણભૂત બનાવી છે. આ ચરિત્ર અને મુંબઈ ગોડીજીના ઉપાશ્રયે બિરાજતા પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજે આ ગ્રંથ માટે પૂરું પાડ્યું છે જેના માટે અમો તેમને આભાર માનીએ છીએ.
ઉજૈન(અવન્તી)નાં નગરશેઠાણી ભદ્રાદેવીએ પિતાની એકત્રીસ કુળવધુઓ સાથે એક જ દિવસે ચારિત્ર લીધું અને અવન્તીસુકુમાલને એક જ દિવસના ચારિત્રપાલનમાં નલિની ગુલ્મ નામના વિમાનમાં દેવપણું પ્રાપ્ત થયું.
ખુદ અવનીમાં બનેલ આ જાતના ઐતિહાસિક બનાવથી મહારાજા સંપ્રતિની ધાર્મિક ભાવનાઓ વિશેષ સુદઢ બની, અને ગત જન્મના ઉપકારી શ્રી આર્યસુહસ્તિ મહારાજની હાજરીમાં રાજ્યના ખર્ચે ધર્મપ્રભાવ વધારનાર અઢાઈ મહેત્સવ કર્યો.
આ અઢાઈ મહત્સવના અંગે મહારાજાએ મગધ સામ્રાજ્યના દરેક ખંડિયા રાજાએને ખાસ આગ્રહભર્યા આમંત્રણથી ધર્મવિધિ અને ક્રિયા દર્શાવવા નોતર્યા. તેવી જ રીતે સામ્રાજ્યના દરેક પ્રાંતના જૈનસંઘ ઉપર ખાસ આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી. બીજી બાજુએ મહારાજાશ્રીએ પ્રભુના રથયાત્રાના વરઘોડા નિમિત્તે જિનેશ્વરનો રથ સૂર્યના રથ